Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતઃ કામના ભારણથી જજે આપ્યું રાજીનામું!

ગુજરાતઃ કામના ભારણથી જજે આપ્યું રાજીનામું!

21 May, 2019 09:48 AM IST | અમદાવાદ

ગુજરાતઃ કામના ભારણથી જજે આપ્યું રાજીનામું!

કામના ભારણથી જજે આપ્યું રાજીનામું!

કામના ભારણથી જજે આપ્યું રાજીનામું!


સુરતની કોર્ટના ફર્સ્ટ ક્લાસ જજે રાજીનામું આપ્યું અને તેમની વિદાય સમયની નોંધમાં પોતાના રાજીનામા માટે કામના ભારણ અને ગુજરાત હાઈકોર્ટેના ધારાધોરણ મુજબ કામ કરવાના દબાણને જવાબદાર ગણાવ્યું છે.

જજે લખ્યો ખુલ્લો પત્ર



કે. એમ. પંડિત સુરતની કોર્ટના ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ હતા. તેમણે શનિવારે રાજીનામું આપ્યું. સાથે જ તેમણે ગુજરાત હાઈકોર્ટને એક ખુલ્લો પત્ર લખ્યો અને કેટલી હકીકતોથી માહિતગાર કરાવ્યા હોવાનું કહ્યું. તેમણે 12 પાનાનો પત્ર લખ્યો છે અને તેમાં તેમની મુશ્કેલીઓ જણાવી છે.

સિસ્ટમને ગણાવી જવાબદાર


જજના પત્ર અનુસાર, હાઈકોર્ટ સહિતની હાયર જ્યુડિશિયરીએ જે કામકાજના ધોરણ નક્કી કર્યા છે તે નીચેની કોર્ટના અનેક જજ પુરા નથી કરી શકતા. જેના માટે તેમની થોડા થોડા સમયે થતી ટ્રાન્સફર અને કેસના નિકાલ માટે નક્કી કરવામાં આવેલી પોઈન્ટ સિસ્ટમ જવાબદાર છે.

'કરિઅર ગ્રાફ જાય છે નીચે'


કે. એમ. પંડિતે પત્રમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કરિયરમાં ક્યારેક એવી જગ્યાએ પોસ્ટિંગ થાય છે જ્યાં તેઓ પોતાની ફરજ સારી રીતે નથી નિભાવી શકતા. કરિઅરમાં આવી એક કે બે પોસ્ટિંગ મળે તો તેમનો વર્ક પર્ફોર્મન્સનો ગ્રાફ તળિયે આવી જાય છે.

આ પણ વાંચોઃ દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે ગુજરાતીની પસંદગી

તેમણે તેના પત્રમાં હાલની પદ્ધતિમાં નીચલી કોર્ટના જજ દારૂબંધી અને ટ્રાફિકની સમસ્યાની ફરિયાદમાં પણ કેસ ચલાવવાનો પ્રયાસ કરતા હોવાનું કહ્યું છે. માત્ર વધુ કેસની સંખ્યા બતાવવા માટે આ રીતે કેસ વધારવામાં આવતા હોવા સામે પણ તેમણે ધ્યાન દોર્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

21 May, 2019 09:48 AM IST | અમદાવાદ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK