Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ડેન્ગીનો કહેર, ઑક્ટોબરમાં જ ૪૧૨ પૉઝિટિવ કેસ નોંધાયા

ડેન્ગીનો કહેર, ઑક્ટોબરમાં જ ૪૧૨ પૉઝિટિવ કેસ નોંધાયા

03 November, 2019 08:05 AM IST | વડોદરા

ડેન્ગીનો કહેર, ઑક્ટોબરમાં જ ૪૧૨ પૉઝિટિવ કેસ નોંધાયા

વડોદરામાં ડેન્ગીનો કહેર

વડોદરામાં ડેન્ગીનો કહેર


સમગ્ર રાજ્યમાં ચાલુ વર્ષે સામાન્ય કરતાં પણ વધુ વરસાદ થતાં તેના કારણે ડેન્ગી જેવા વાહકજન્ય રોગોનો વાવર વકર્યો છે. પરિણામે રાજ્યભરમાં ડેન્ગીના રોગચાળાની સ્થિતિ ગંભીર છે.
વડોદરામાં માત્ર ઑક્ટોબર મહિનામાં જ ડેન્ગીના ૪૧૨ પૉઝિટિવ કેસ નોંધાયા છે, અત્યાર સુધીમાં ચાલુ વર્ષે વડોદરામાં ડેન્ગીના શંકાસ્પદ ૪૦૨૦ કેસ થયા છે. જેમાંથી આજની તારીખે ૪૨૧ પૉઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે.
રોગચાળાના વાવર જોતાં તેમાં હજી વધારો થશે. છેલ્લાં ૬ વર્ષના આંકડા જોઈએ તો ઑગસ્ટથી નવેમ્બર સુધીમાં ડેન્ગીના કેસોનું પ્રમાણ વિશેષ રહ્યું છે. ચોમાસાના વરસાદ બાદ જ્યાં ભરાયેલા ચોખ્ખા પાણી સ્ટેબલ અને બંધિયાર બનતાં ડેન્ગી ફેલાવતા એડીસ ઇજિપ્ત આઈ મચ્છરો પેદા થવાનું પ્રમાણ ખૂબ વધી જતા ડેન્ગી વકરે છે.

આ પણ જુઓઃ મિત્ર ગઢવીની આગામી ફિલ્મનું શૂટ થયું પૂર્ણ, જાણો ફિલ્મ વિશે બધું જ તસવીરો સાથે....



વડોદરામાં ચાલુ વર્ષે ઑગસ્ટથી ડેન્ગી વકર્યો છે. તે પછી સપ્ટેમ્બરમાં અને ઑક્ટોબરમાં કેસો ખૂબ જ વધી ગયા છે. સપ્ટેમ્બરમાં ૧૨૯ પૉઝિટિવ કેસ નોંધાયા હતા. નવેમ્બરના પહેલા દિવસે જ ૯ પૉઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

03 November, 2019 08:05 AM IST | વડોદરા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK