રાજકોટ-ગોંડલ હાઇવે પર ટૅન્કરચાલકે ટ્રકને અડફેટમાં લેતાં ચારનાં મૃત્યુ

Published: Jan 31, 2020, 12:02 IST | Rajkot

રાજકોટના ગોંડલ હાઇવે પર ટ્રૅક્ટર અને ટ્રેલર વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં ૪ જણનાં મોત થયાં હોવાનું તેમ જ ૩ જણ ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.

રાજકોટ-ગોંડલ હાઇવે પર અકસ્માત
રાજકોટ-ગોંડલ હાઇવે પર અકસ્માત

રાજકોટના ગોંડલ હાઇવે પર ટ્રૅક્ટર અને ટ્રેલર વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં ૪ જણનાં મોત થયાં હોવાનું તેમ જ ૩ જણ ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનામાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનામાં કેટલાક મજૂરો ટ્રેક્ટરની ટ્રોલી નીચે દબાઈ જતાં તેમને બહાર કાઢવા માટે જેસીબીની મદદ લેવામાં આવી હતી. પોલીસે ઘટના અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રિપોર્ટ અનુસાર વહેલી સવારે એક ટ્રેક્ટર મજૂરોને લઈ જઈ રહ્યું હતું ત્યારે રાજકોટના ગોંડલ હાઇવે પર શેમળા ગામ નજીક ટ્રેક્ટર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતાં ટ્રેલર દીવાલ તોડીને રોડની નીચે ઊતરી ગયું હતું. આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત ૪ જણના ઘટના સ્થળે જ મોત થયાં હતાં, જ્યારે ૧ વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યારે કેટલાક શ્રમિકો ટ્રેક્ટરની ટ્રોલી નીચે દબાઈ ગયા હતા, જેમને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
ટ્રોલીની નીચે દબાઈ ગયેલા મજૂરોને બહાર કાઢવા માટે જેસીબીની મદદ લેવામાં આવી હતી, ત્યારબાદ તેમને પણ સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : ગુજરાત: નલિયામાં તાપમાન પાંચ ડિગ્રીએ પહોંચ્યું

જણાવી દઈએ કે અકસ્માત અંગે જાણ થતાં જ આસપાસના ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોની મદદ કરી હતી. બનાવ અંગે પોલીસને જાણ કરાતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યારે ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના શબને પોસ્ટમૉર્ટમ અર્થે મોકલી આગળની તપાસ હાથ ધરી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK