એક વર્ષમાં 25 લાખ પર્યટકોએ લીધી સ્ટેચ્યૂ ઑફ યૂનિટીની મુલાકાત, જાણો કેટલી થઈ આવક?

Published: Nov 02, 2019, 17:34 IST | મુંબઈ

એક વર્ષમાં 25 લાખ પર્યટકોએ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાની મુલાકાત લીધો. જાણો તેના કારણે કેટલી આવક થઈ.

સ્ટેચ્યૂ ઑફ યૂનિટી
સ્ટેચ્યૂ ઑફ યૂનિટી

કેવડિયામાં સ્થાપિત વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાતે એક વર્ષમાં લગભગ 25 લાખ લોકો આવ્યા. જેના કારણે 63 કરોડ 39 લાખની આવક થઈ. ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાને પોતે મુખ્યમંત્રી હતા ત્યારે આ પ્રતિમા બનાવવાની જાહેરાત કરી હતી. જે બાદ 31 ઑક્ટોબર 2018ના તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારથી આજ દિવસ સુધી તેને જોવા માટે લોકો ઉમટી રહ્યા છે.

પ્રવાસીઓનો આકર્ષવા માટે રાજ્ય સરકારે 20થી વધુ પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે. જેમાં જંગલ સફારી, જાઈન્ટ ડાયનોસોર, ચિલ્ડ્રન ન્યૂટ્રીશન પાર્ક અને વિશ્વ વનનો સમાવેશ થાય છે.

31 ઑક્ટોબર 2018 થી 31 ઑક્ટોબર 2019 સુધીમાં એક વર્ષમાં સ્ટેચ્યૂ ઑફ યુનિટી જોવા માટે 24, 44, 767 પર્યટકો ઉમટી પડ્યા. જેનાથી ટ્રસ્ટને 63,39,14128 રૂપિયાની આવક થઈ. સરકાર હવે રોજ 50 હજાર પર્યટકો આવે તેવી વ્યવસ્થા કરી રહી છે.

આ પણ જુઓઃ મિત્ર ગઢવીની આગામી ફિલ્મનું શૂટ થયું પૂર્ણ, જાણો ફિલ્મ વિશે બધું જ તસવીરો સાથે....

આટલા પર્યટકોએ લીધી મુલાકાત

મહિનો મુલાકાતીઓ આવક
નવેમ્બર 18  2,78,562 6,47,63,443
ડિસેમ્બર 18  2,50,113 5,70,41,060
જાન્યુઆરી 19 2,83,298 7,00,42,020
ફેબ્રુઆરી 19 2,10,600 5,60,87,710
માર્ચ 19 2,20,824 5,95,96,190
એપ્રિલ 19 1,29,897 3,73,23,430
મે 19 2,18,787 6,03,14,535
જૂન 19 2,13,472 5,62,02,590
જુલાઈ 19 1,47,061 4,38,51,020
ઑગસ્ટ 19 2,56,852 6,58,20,520
સપ્ટેમ્બર 19  2,75,843 7,08,52,370
ઑક્ટોબર 19  2,35,260 6,32,66,610
કુલ 24,48,767 63,39,14,12
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK