ફિયાન્સને માર મારીને ૧૪ વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરતાં ખળભળાટ

Published: Nov 30, 2019, 09:34 IST | Vadodara

પીડિતાએ આપેલા વર્ણન પ્રમાણે એક આરોપી વાંકડિયા વાળવાળો હતો. તેણે ચેક્સવાળું શર્ટ પહેર્યું હતું અને સિગારેટ/બીડી પીતો હતો. તે પીધેલો નહોતો, પણ ખૂબ જ ઍરોગન્ટ હતો.

પ્રતિકાત્મક તસ્વીર
પ્રતિકાત્મક તસ્વીર

વડોદરા શહેરના નવલખી ગ્રાઉન્ડમાં રાત્રે ૮ વાગ્યાની આસપાસ ૧૪ વર્ષની સગીરા તેના ફિયાન્સ સાથે ફરવા માટે ગઈ હતી. એ દરમિયાન બે અજાણ્યા માણસો ત્યાં પહોંચી ગયા હતા અને સગીરા સાથે બેઠેલા ફિયાન્સને માર્યો હતો અને શખ્સો યુવતીને ઝાડીઓમાં લઈ ગયા હતા. ફિયાન્સે અંદર જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અંધારું હોવાથી તે અંદર જઈ શક્યો નહોતો. એથી યુવાને બૂમાબૂમ કરી મૂકી હતી, પરંતુ ત્યાં કોઈ ન હોવાથી તેની મદદે કોઈ આવ્યું નહોતું.
યુવાન રોડ તરફ ગયો હતો જ્યાં પૅટ્રોલિંગ કરી રહેલી પોલીસ વૅનના પોલીસોને તેણે જાણ કરી હતી જેથી પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને સગીરાની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ અંધારું હોવાથી યુવતીને શોધવી મુશ્કેલ હતી. આથી પોલીસે કન્ટ્રોલ રૂમમાં જાણ કરીને વધારે પોલીસ સ્ટાફ બોલાવ્યો હતો અને સિનિયર અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. ભારે જહેમત બાદ યુવતી મળી આવી હતી. જોકે આ પહેલાં જ બન્ને શખ્સોએ મોઢું દબાવીને વારાફરતી સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો અને યુવતીને માર માર્યો હતો. યુવતીના ગુપ્ત ભાગે ઈજાઓ પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
દુષ્કર્મની ઘટના અંગે રાવપુરા પી.આઇ. જે. એફ. ચૌધરી તપાસ કરી રહ્યા છે. સગીરાને મેડિકલ તપાસ માટે હાલ સયાજી હૉસ્પિટલમાં લઈ જવાઈ છે. પોલીસે સગીરાની ફરિયાદના આધારે આ મામલે તપાસ હાથ ધરી છે. પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. પીડિતાએ આપેલા વર્ણન પ્રમાણે એક આરોપી વાંકડિયા વાળવાળો હતો. તેણે ચેક્સવાળું શર્ટ પહેર્યું હતું અને સિગારેટ/બીડી પીતો હતો. તે પીધેલો નહોતો, પણ ખૂબ જ ઍરોગન્ટ હતો. તેની પાસે જાડી લાકડી હતી. જ્યારે બીજો આરોપી દાઢીવાળો હતો. તેણે બ્લુ કૉલરવાળું લાઇટ રેડ-પિન્ક જેવું બે બટનવાળું ટી-શર્ટ પહેર્યું હતું. પીધેલો હોય એવી સ્મેલ આવતી હતી. તેની પાસે એક પાતળી લાકડી હતી. બન્ને આરોપીઓએ પાંચથી ૧૦ મિનિટ સુધી નવલખી ગ્રાઉન્ડ પર જ મોબાઇલ વાપર્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK