જીવનની ગાઈડલાઈન્સ (લાઇફ કા ફન્ડા)

Published: 21st January, 2021 21:06 IST | Heta Bhushan | Mumbai

ચાલો આપણે જાણીએ તે હજારો વર્ષો પૂર્વેના સુત્રો જે આજે પણ ગાઈડલાઈન્સનું કામ કરે છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

હજારો વર્ષ પૂર્વે એક ઝેન ગુરુએ પોતાના શિષ્યોને જ્ઞાન મેળવ્યા બાદ આગળ જીવન જીવવા માટે જરૂરી એવા સરસ સુત્રો શીખવ્યા હતા અને આજે પણ આર્ટ ઓફ લિવિંગ ના સ્પીકરો પણ જીવન જીવવાની ગાઈડલાઈન્સ તરીકે તે જ સુત્રોને કહે છે અને સમજાવે છે.ચાલો આપણે જાણીએ તે હજારો વર્ષો પૂર્વેના સુત્રો જે આજે પણ ગાઈડલાઈન્સનું કામ કરે છે.

પહેલું સૂત્ર છે ‘જયારે તમે એકલા હો ત્યારે તમારા વિચારો પર કાબુ રાખો.’---જયારે તમારી સાથે કોઈ નથી ,તમને કોઈ જોતું નથી ત્યારે તમારા મનમાં ઉદભવતા વિચારો પ્રત્યે વધુ સભાન થઈ જાવ કારણ કે અંતે માણસનું વર્તન તેના વિચારો પર જ આધારિત હોય છે.
બીજું સૂત્ર છે ‘જયારે તમે મિત્રો અને સ્વજનો સાથે હો ત્યારે તમારી જીભ પર કાબુ રાખો.’---જયારે તમે મિત્રો અને સ્વજનો સાથે મસ્તી મજાક કરતા હો,અલકમલકની વાતો ચાલતી હોય ત્યારે શું બોલો છો ? કોના વિષે બોલો છો ?તે વિચારીને પછીજ બોલો.બધાની વચ્ચે કોઈના વિષે કઈ ખોટું ન બોલાય જાય, મજાકમાં પણ ન બોલવાનું બોલાય જાય માટે વધુ સભાન રહો કારણકે મધુર સબંધો મધુરવાણી પર જ આધારિત હોય છે.
ત્રીજું સૂત્ર છે ‘જયારે તમે ગુસ્સામાં હો ત્યારે મિજાજ કાબુમાં રાખો.’--- જયારે કોઈ બાબતે ગુસ્સો આવે ત્યારે વધારે સભાન થઈ યાદ રાખો કે મગજ ગુમાવીને,એલફેલ બોલીને વાત કરવાની નથી.ગુસ્સામાં સમજ્યા વિના બોલાયેલા શબ્દો અને થયેલું વર્તન વાતને વધુ બગાડી નાખે છે.યાદ રાખો મિજાજ પર કાબુ રાખવા ગુસ્સો આવે ત્યારે મૌન થઈ જાવ.
ચોથું સૂત્ર છે ‘જયારે તમે બધાની સાથે હો ત્યારે તમારા વર્તન પર કાબુ રાખો.’---જયારે સમાજમાં બધાની સાથે હોઈએ ત્યારે આપણું વર્તન બધા જોડે શાલીન અને સારું હોવું જોઈએ.બધા સાથે એકસરખો વ્યવહાર રાખો અને કોઈને તમારા વર્તન માટે શરમ આવે એવું વર્તન ન કરો.
પાંચમું સૂત્ર છે ‘જયારે તમે મુશ્કેલીમાં હો ત્યારે તમારી લાગણીઓ પર કાબુ રાખો.’---જયારે જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે લાગણીઓમાં તણાયણે ખોટા નિર્ણય ન લેવાય જાય તેનું ધ્યાન રાખવું.લાગણીઓ પર કાબુ રાખી દરેક મુશ્કેલીનો સામનો કરી તેના કારણો શોધી તેને દુર કરવાનો પ્રયત્ન કરવો.હિમંત જાળવી રાખવી.લાગણીઓ પર કાબુ ગુમાવી બેકાબુ બની દુખના રોદણા રડવાથી મુશ્કેલીઓ દુર થતી નથી.’
છઠું સૂત્ર છે ‘જ્યારે ઈશ્વર કૃપા વરસાવવા લાગે ત્યારે અહમણે કાબુમાં રાખો.’ જયારે ઈશ્વર મહેરબાન થઇ જે માંગો એથી પણ વધુ આપે ત્યારે વધુ સજાગ બની મન અને મગજમાં અભિમાનને પ્રવેશતા રોકો અને ઈશ્વરકૃપા માટે પ્તાને લાયક સમજી અહમ ન કેળવતા વધુ ને વધુ નમ્ર બની ઈશ્વરનો ધન્યવાદ કરતાં રહો અને બીજાને મદદ કરવા હંમેશા તત્પર રહો.
આ મહત્વની ગાઈડલાઈન્સ હંમેશા યાદ રાખી જીવન જીવો ક્યારેય પસ્તાવું નહિ પડે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK