Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મહેમાનો અને વિદેશીઓને ન લાવો તો સારું

મહેમાનો અને વિદેશીઓને ન લાવો તો સારું

15 March, 2020 10:33 AM IST | Mumbai Desk
Hemal Ashar

મહેમાનો અને વિદેશીઓને ન લાવો તો સારું

મહેમાનો અને વિદેશીઓને ન લાવો તો સારું


‘મહેમાનને સાથે ન લાવો તો ઘણું સારું’ એવી ભલામણ શહેરભરની ક્લબો કોરોના વાઇરસના પ્રસારને અટકાવવાના પ્રયાસરૂપે તેમના સભ્યોને કરી રહી છે. સામાન્ય રીતે મોટા ભાગની ક્લબો પ્રીમિયમ વીક-એન્ડ પર ગેસ્ટ પાસેથી ૧૦૦થી ૨૦૦ રૂપિયા જેટલી ફી વસૂલતી હોય છે અને ક્લબની અંદરની રેસ્ટોરાં માટેનો ચાર્જ અલગથી વસૂલવામાં આવે છે. આમ ગેસ્ટ-ફી ઘણી ક્લબો માટે કમાણીનું સાધન છે છતાં મોટા ભાગની ક્લબો અત્યારે આ આવક જતી કરી રહી છે.

હાજી અલીની નૅશનલ સ્પોર્ટ્સ ક્લબ ઑફ ઇન્ડિયા (એનએસસીઆઇ)ના માનદ સચિવ અતુલ મારુએ જણાવ્યું કે ‘સ્વિમિંગ-પૂલ અને જિમ બંધ છે ત્યારે ક્લબમાં હાજરી પાંખી જ રહેવાની. અમે તાજેતરમાં હોળી નિમિત્તે યોજાનારી ઇવેન્ટ પણ રદ કરી હતી, જે ઓછામાં ઓછા ૪૦૦૦ ગેસ્ટ સાથેની સૌથી મોટી કલર પાર્ટી ગણાય છે. આના પરથી સાબિત થાય છે કે ક્લબ કોરોના વાઇરસ સામેની લડતમાં સરકારને એના પ્રયાસોમાં મદદરૂપ થવાના મામલે ગંભીર છે.’



એનએસસીઆઇએ ઓછામાં ઓછા ૨૫૦૦ લોકોનું ટોળું એકત્રિત કરનાર બમ્પર હાઉઝી ઇવેન્ટ પણ રદ કરી છે.


કોલાબાની રેડિયો ક્લબના સંયુક્ત માનદ સચિવ પ્રકાશ મીરચંદનાનીએ જણાવ્યું હતું કે ‘અમારી હેલ્થ ક્લબ અને પૂલ અત્યારે બંધ કરી દેવાયાં છે. અમે હોળીની ઉજવણી પણ કરી નહોતી. અમારા સમગ્ર સ્ટાફને માસ્ક પહેરવા માટે જણાવવામાં આવ્યું છે અને એમાં હાઉસકીપિંગ અને વેઇટર્સનો પણ સમાવેશ છે. અમે ક્લબમાં રેસિડેન્શિયલ રૂમ ધરાવીએ છીએ. ત્યાં માત્ર ભારતીય નાગરિકો જ રોકાઈ શકે છે. વિદેશીઓને પરવાનગી આપવામાં આવશે નહીં.’

ચર્ચગેટની ક્રિકેટ ક્લબ ઑફ ઇન્ડિયા (સીસીઆઇ)એ પણ એનું જિમ અને પૂલ બંધ કરી દીધાં છે. એના એક્ઝિક્યુટિવ કમિટી-મેમ્બર નેવલ પુન્ડોલેએ જણાવ્યું કે ‘ક્લબની સુચારુ કામગીરી માટે અમે કેટલીક સબ-કમિટી મીટિંગો રાખી રહ્યા છીએ. અમે સભ્યોને પણ જણાવ્યું છે કે ગેસ્ટ્સને પ્રવેશની અનુમતિ નથી તથા શરદી કે ખાંસી અથવા તાવ હોય તો ક્લબમાં આવવું નહીં.’


Whatsapp-channel Whatsapp-channel

15 March, 2020 10:33 AM IST | Mumbai Desk | Hemal Ashar

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK