નવી દિલ્હીમાં ગૅન્ગ-રેપનો ભોગ બનેલી ૨૩ વર્ષની યુવતીના મૃત્યુ બાદ મુંબઈની લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરતી મહિલા-પ્રવાસીઓની સલામતી જાળવવા હવે ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી) રેલવે-સ્ટેશનો પર જ્યાં લેડીઝ ડબ્બો આવતો હશે ત્યાં સાદા ડ્રેસમાં તેમના પોલીસોને ઊભા રાખશે જેથી મહિલા પૅસેન્જરોની છેડતી કરનારાં તkવોની ધરપકડ કરી શકાય.
જીઆરપીના ડેપ્યુટી પોલીસ-કમિશનર જી. એસ. ભંડારેએ કહ્યું હતું કે ‘અમે અનેક રેલવે-સ્ટેશનો પર સાદા ડ્રેસમાં જવાનોને તહેનાત કરી દીધા છે. તેઓ પીક-અવર્સ દરમ્યાન ધ્યાન રાખશે અને મહિલાઓ પર નજર રાખતા તથા મજનુગીરી કરતા રોમિયોને પકડશે.’
એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે ‘સાદા ડ્રેસમાં રહેવાથી અમારા જવાનો સામાન્ય પૅસેન્જરની જેમ બધા પર નજર રાખી શકશે. મહિલાઓ અમારાં પોલીસ-સ્ટેશનોમાં આવીને ફરિયાદ કરવામાં ખચકાટ અનુભવે છે એથી હવે અમે લેડીઝ ડબ્બા પાસે ઊભા રહીને મહિલાઓની છેડતી કરતાં તkવોને પકડીશું. આવા લોકોની તરત ધરપકડ કરવામાં આવશે.’
રેલવે પ્રોટેક્શન ફોર્સે પણ મુખ્ય રેલવે-સ્ટેશનો પર એની મહિલા વાહિની ટુકડીઓને તહેનાત કરી છે. સેન્ટ્રલ રેલવેમાં ૯૬ જ્યારે વેસ્ટર્ન રેલવેમાં ૬૭નો સ્ટાફ આ વાહિનીમાં છે. જોકે ૨૦ લાખ મહિલા પ્રવાસીઓ માટે આ ટુકડીઓ ઘણી ઓછી છે.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK