વૅક્સિનની શૉપિંગ

Published: 6th January, 2021 08:39 IST | Gujarati Mid-day Correspondent | Washington

ફાર્મસી સેક્શનમાં શોપિંગ કરવા આવેલા લોકોને વૅક્સિનનો ડોઝ આપવામાં આવ્યો

અમેરિકાના વૉશિંગ્ટનમાં લૉ સ્ટુડન્ટ ડેવિડ મૅક્‍મિલન પોતાના મિત્રો સાથે એક વિશાળ ફૂડ સ્ટોરમાં શૉપિંગ કરવા ગયો હતો ત્યાં ફાર્મસી સેક્શનમાં તેમને બધાને વૅક્સિનનો ડોઝ આપવામાં આવ્યો. આને માટે તેમણે કોઈ અપૉઇન્ટમેન્ટ પણ નહોતી લીધી. બન્યું એવું કે મૉડર્નાની રસી બહાર કાઢવામાં આવી હતી, વળી એને વધુ સમય બહાર રાખી મૂકવામાં આવે તો એ બગડી જાય એમ હતી એટલે ત્યાં હાજર હેલ્થ વર્કર્સે તેમને આ રસી આપી દીધી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK