મીઠાઈની લાલચ આપીને દુકાનદારે આઠ વર્ષની છોકરીનો બળાત્કાર કર્યો

Published: 13th August, 2020 17:45 IST | Gujarati Mid-day Online Correspondent | Ludhiana

સગીર બાળકીએ માતા-પિતાને કહ્યું તેની સાથે થયું છે દુષ્કર્મ, પોલીસમાં ફરિયાદ નોંધાવી આરોપીની ધરપકડ કરાવી

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

મીઠાઈની લાલચ આપીને આઠ વર્ષની બાળકીનો બળાત્કાર કરનાર કરિયાણાની દુકાનના માલિકની પંજાબના મહેરબાન પોલીસે મંગળવારે ધરપકડ કરી છે. આરોપીની ઓળખ બલદેવ સિંઘ તરીકે થઈ છે. સગીર બાળકીની દાદીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ દુકાનદારની ધરપકડ કરવામાં આવી હતી. આ બનાવ સીરા રોડ પર હરક્રિષ્ન નગરમાં બન્યો છે.

હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ પ્રમાણે, ફરિયાદમાં બાળકીની દાદીએ કહ્યું હતું કે, કરિયાણાની દુકાનના માલિકે તેની પૌત્રીને મીઠાઈની લાલચ આપીને દુકાનમાં બોલાવી હતી અને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. આઠ વર્ષની પૌત્રી ચીસો પાડતી અને રડતી ઘરે આવી હતી. તેમજ તેણીને રક્તસ્ત્રાવ થયો હોવાના પણ અહેવાલ છે. ઘરે આવીને બાળકીને તાત્કાલિક તેની સાથે જે દુર્ઘટના થઈ તે માતા-પિતાને જણાવી હતી અને તેમણે તરત જ પોલીસને જાણ કરીને ફરિયાદ નોંધી હતી.

આરોપીની મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી અને તેને અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો. પછી તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. મહેરબાન નગર પોલીસ સ્ટેશનના અધિકારીએ આપેલી માહિતી પ્રમાણે, આરોપી સામે કલમ 376 અને આઈપીસીની ધારા 4 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK