નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રપૌત્રીએ ઉતારી નાથુરામ ગોડસેની આરતી

Published: Nov 21, 2019, 12:35 IST | Gwalior

હિન્દુ મહાસભાના સભ્યોએ નાથુરામ ગોડસેનો ૭૦મો બલિદાન દિવસ ઊજવ્યો હતો. જોકે મધ્યપ્રદેશમાં કૉન્ગ્રેસની સરકાર હોવાથી આ ઉજવણી બદલ પોલીસે કેસ કરી દીધો હતો.

નાશુરામ ગોડસેની કરાઈ આરતી
નાશુરામ ગોડસેની કરાઈ આરતી

ભારતની આઝાદી માટે લડનારા ટોચના સ્વતંત્રતા સેનાનીઓ પૈકીના એક સુભાષચંદ્ર બોઝની પ્રપૌત્રીએ નાથુરામ ગોડસેની આરતી ઉતારી છે. એક જાહેર કરેલા વિડિયોમાં બોઝની પ્રપૌત્રી રાજશ્રી ચૌધરી પોતાના સમર્થકો સાથે નાથુરામ ગોડસેની આરતી ઉતારતી નજરે પડી રહી છે. આ વિડિયો મધ્યપ્રદેશના ગ્વાલિયરનો છે. રાજશ્રી ચૌધરી હિન્દુ મહાસભા સાથે સંકળાયેલાં છે.
તેમનું કહેવું છે કે નાથુરામ ગોડસે અખિલ ભારતીય હિન્દુ મહાસભાના નેતા છે અને તે અમારા દિલમાં વસે છે. રાજશ્રી ચૌધરીએ કહ્યું કે કૉન્ગ્રૅસની સરકારોએ અત્યાર સુધી ગોડસેને બદનામ કર્યા છે. એક સમય એવો આવશે જ્યારે લોકોને સાચા ઇતિહાસની ખબર પડશે.
તેમણે કહ્યું હતું કે હિન્દુ મહાસભાના કાર્યકરો પર ગ્વાલિયરમાં ખોટો પોલીસ કેસ કરવામાં આવ્યો છે. જેને તરત જ પાછો ખેંચવામાં આવે, નહીંતર હિન્દુ મહાસભાના કાર્યકરો ઉગ્ર આંદોલન કરશે.
હિન્દુ મહાસભાના સભ્યોએ નાથુરામ ગોડસેનો ૭૦મો બલિદાન દિવસ ઊજવ્યો હતો. જોકે મધ્યપ્રદેશમાં કૉન્ગ્રેસની સરકાર હોવાથી આ ઉજવણી બદલ પોલીસે કેસ કરી દીધો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK