૨૦૦૮માં આ પ્રોજેક્ટને એમએસઆરડીસીએ શરૂ કર્યો હતો, પરંતુ એના માર્ગમાં ઘણી મુશ્કેલીઓ આવી હતી. હંમેશાં ટ્રાફિકને કારણે ધમધમતા નાના ચોકમાં એનું મુખ્ય કામ ચાલતું હતું. કુલ ૫૦.૪ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા ૫૧૦ મીટર લાંબા સ્કાયવૉકને ૧૬ જેટલા સ્ટ્રેસ કેબલનો ટેકો આપવામાં આવ્યો છે. એ ઉપરાંત એના આકર્ષણમાં વધારો કરવા માટે ચાર એસ્કેલેટર્સ તથા એલઈડી લાઇટ્સ પણ મૂકવામાં આવી છે.
સ્કાયવૉકના બાંધકામને કારણે નાના ચોકના રોડને ઘણા લાંબા સમયથી ખોદી કાઢવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોનું માનવું છે કે નાના ચોકની આસપાસના વિસ્તારોની નાની ગલીઓને કારણે એનો બહુ વપરાશ થશે નહીં. જોકે એમએસઆરડીસીના અધિકારીઓનો દાવો છે કે આ સ્કાયવૉકનો લોકો મોટા પ્રમાણમાં ઉપયોગ કરશે.
એલઈડી = લાઇટ એમિટિંગ ડિઓડ
એમએસઆરડીસી = મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન
મીરા-ભાઈંદરમાં શરૂ કરાશે સાઇકલ શૅરિંગ સિસ્ટમ
14th January, 2021 14:33 ISTમીરા રોડમાં એમડી અને કોકેઇન ડ્રગ્સ સાથે ચાર નાઇજિરિયનની ધરપકડ
12th January, 2021 10:14 ISTમીરા રોડમાં ઝવેરીને ત્યાં પડેલી ધાડમાં ૧ કરોડનો માલ ગયો
9th January, 2021 12:12 ISTમીરા-ભાઇંદરને નશીલા પદાર્થોથી મુક્ત કરવા નવા વર્ષે થયો નવતર પ્રયોગ
3rd January, 2021 12:24 IST