બીજેપી ને કૉન્ગ્રેસની લડાઈને કારણે સંસદનો સાતમો દિવસ પણ વેડફાયો

Published: 31st August, 2012 05:50 IST

કોલસાની ખાણોની ફાળવણી બાબતના કમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ (કૅગ-ઘ્ખ્ઞ્)ના રિપોર્ટને મુદ્દે ગઈ કાલે સાતમા દિવસે સંસદ સ્થગિત થઈ હતી.

બીજેપીએ આ મુદ્દે વડા પ્રધાનના રાજીનામાની માગણી કરીને બન્ને ગૃહ ચાલવા દીધાં ન હતાં. બીજેપીના સભ્યોએ વેલમાં ધસી આવીને મનમોહન સિંહના રાજીનામાની માગણી ચાલુ રાખી હતી. કૉન્ગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધીનું આક્રમક વલણ યથાવત્ રહ્યું હતું. વડા પ્રધાનના રાજીનામાની બીજેપીની માગણી ક્યારેય નહીં સ્વીકારવામાં આવે એવું સ્પષ્ટ કરી દેતાં મુખ્ય વિરોધ પક્ષને ચર્ચા કરવાનો પડકાર ફેંક્યો હતો. કોલસા કૌભાંડ મુદ્દે એનડીએમાં કોઈ મતભેદ નહીં હોવાનું જણાવતાં જેડીયુના નેતા શરદ યાદવે વડા પ્રધાનને રાજીનામું આપવા અપીલ કરી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK