સરકારી બાબુઓ પર મોદીની લગામ, ફાઈવ હોટલોમાં મીટિંગો ને ફર્સ્ટ ક્લાસમાં વિદેશ પ્રવાસ નહીં

Published: 31st October, 2014 05:37 IST

બિનઆયોજિત ખર્ચમાં દસ ટકા સુધીનો ઘટાડો કરવાના હેતુ સાથે કેન્દ્ર સરકારે ગઈ કાલથી કરકસરની ઝુંબેશ શરૂ કરી હતી. સરકારી અધિકારીઓના ફર્સ્ટ ક્લાસમાં વિદેશ પ્રવાસ કરવા પર આ ઝુંબેશના ભાગરૂપે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને શક્ય હોય એટલા વધુ પ્રમાણમાં મીટિંગ માટે વિડિયો કૉન્ફરન્સિંગનો ઉપયોગ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.


રાજકોષીય ખાધ ૨૦૧૪-૧૫ના નાણાકીય વર્ષમાં કુલ ઘરેલુ ઉત્પાદનના ૪.૧ ટકાના સ્તરે સીમિત રાખવાના લક્ષ્યાંક સાથે નાણા મંત્રાલયે મીટિંગો ફાઇવસ્ટાર હોટેલ્સમાં યોજવા પર અને નવી નિમણૂકો તેમ જ જે જગ્યાઓ એક કરતાં વધારે વર્ષથી ખાલી હોય એના માટે ભરતી પર પણ પ્રતિબંધ મૂક્યો છે.

સંરક્ષણ દળો, અર્ધ લશ્કરી દળો અને સલામતી સંગઠનો માટે કાર્યકારી જરૂરિયાત મુજબ નવાં વાહનો ખરીદવાની છૂટ છે; પરંતુ અન્ય કોઈ નવાં વાહનો ખરીદવા પરનો પ્રતિબંધ ચાલુ રહેશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK