બેસ્ટ અત્યારે બસની તંગી અનુભવી રહ્યું છે અને એણે એમએસઆરટીસી પાસેથી કિલોમીટર દીઠ ૭૫ રૂપિયાના ભાવે બસ ભાડેથી મેળવી છે ત્યારે સરકાર પ્રવાસનને વેગ આપવા માટે ઔરંગાબાદ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ માટે એના ક્વોટામાંથી પાંચ નવી ઇલેક્ટ્રિક બસ આપવાની યોજના ધરાવે છે. બેસ્ટ અન્ડરટેકિંગ ૫૦ ઇલેક્ટ્રિક બસો મેળવી રહ્યું છે.
બેસ્ટના ચૅરમૅન પ્રવીણ શિંદેએ આ મામલે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ સમિતિના સભ્યોએ જણાવ્યું હતું કે ‘બસ અન્ડરટેકિંગને ખતમ કરવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે ઔરંગાબાદ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ કૉર્પોરેશને ઇલેક્ટ્રિક બસ માટે દરખાસ્ત કરી હતી અને તાજેતરની સમીક્ષા-બેઠક દરમ્યાન કૉર્પોરેશનને બેસ્ટ માટેની બસોમાંથી આવી પાંચ બસ આપવા વિશે ચર્ચા થઈ હતી. એક વખત ૬ મહિના પછી તેમની બસ આવવા લાગે ત્યારે આ બસ મુંબઈને પાછી કરશે.
આ પગલાને ગેરવાજબી ઠેરવતાં સમિતિના સભ્ય અને ભાજપના નેતા સુનીલ ગણાચાર્યએ જણાવ્યું હતું કે ‘જૂની બસનો નિકાલ કરી દેવાને કારણે બેસ્ટ અગાઉથી જ મુંબઈમાં બસની તંગી અનુભવી રહ્યું છે અને એની પરિવહનની કામગીરી ચાલુ રાખવા એણે એમએસઆરટીસી પાસેથી બસો ભાડે મેળવી છે. નવી ઇલેક્ટ્રિક બસ કેન્દ્ર દ્વારા અપાઈ રહી છે અને હવે એ બસો અન્ય શહેરોને આ રીતે આપવામાં આવી રહી છે.’
સમિતિના અન્ય સભ્ય પ્રકાશ ગંગાધરેના જણાવ્યા મુજબ શાસક પક્ષો બેસ્ટ સાથે રમત રમી રહ્યા છે. ઉદાહરણ તરીકે બસ, ડ્રાઇવર અને હવે કન્ડક્ટરનું ખાનગીકરણ થઈ રહ્યું છે. જો તેઓ આ રીતે ખાનગીકરણ કરી રહ્યા છે તો મૅનેજરના હોદ્દાનું પણ ખાનગીકરણ શા માટે નથી કરતા?
ખટ્ટર સરકાર પર ઘેરાયાં સંકટનાં વાદળો, ચૌટાલાની શાખ પર સટ્ટો
6th March, 2021 13:06 ISTથાણેમાંથી ૯.૫૭ લાખનો ગાંજો પકડાયો
6th March, 2021 10:11 ISTઓબીસી ક્વોટા માટે સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન અનિવાર્ય હતી: અજિત પવાર
6th March, 2021 10:08 ISTભાડાવધારો સરકાર માટે મુસીબત નોતરી રહ્યો છે?
6th March, 2021 10:06 IST