ગુજરાત સરકારે ST ના કર્મચારીઓ આપી દિવાળી ભેટ

Published: Oct 15, 2019, 20:00 IST | Gandhinagar

ગુજરાત એસ.ટી. નિગમના ફિક્સ પગારદાર કર્મચારીઓ માટે રાજ્ય સરકારદિવાળી ગિફ્ટ લઇને આવી છે. ગુજરાત એસ.ટી.ના ફિક્સ પગારના 12 હજારથી વધુ કર્મચારીઓનો પગાર તત્કાલ અસરથી વધારી દેવામાં આવ્યો છે.

ગુજરાતના ST કર્મચારીઓ
ગુજરાતના ST કર્મચારીઓ

Gandhinagar : ગુજરાત એસ.ટી. નિગમના ફિક્સ પગારદાર કર્મચારીઓ માટે રાજ્ય સરકારદિવાળી ગિફ્ટ લઇને આવી છે. ગુજરાત એસ.ટી.ના ફિક્સ પગારના 12 હજારથી વધુ કર્મચારીઓનો પગાર તત્કાલ અસરથી વધારી દેવામાં આવ્યો છે. નિગમમાં અલગ-અલગ કેડરના વર્ગ-2, વર્ગ-3 અને વર્ગ-3 કર્મચારીઓના વેતનમાં અંદાજે 12,692થી વધુ રૂપિયાનો વધારો કર્યો છે. 16મી ઓક્ટોબરથી આ પગાર લાગૂ થઈ જશે. જેને કારણે એસ.ટી વિભાગમાં કામ કરતા લગભગ 12 હજારથી વધુ કર્મચારીઓને લાભ મળશે. આ પગાર વધારાથી સરકારને વાર્ષિક 92.40 કરોડ રૂપિયાનું ભારણ વધશે.

આ પણ જુઓ : ઈશા-આકાશ-અનંતથી અનમોલ-અંશુલ સુધીઃ મળો અંબાણી પરિવાની નવી પેઢીને

કર્મચારીઓના પગારમાં થયેલો વધારો

1)સિનિયર અધિકારી વર્ગ-2નો પગાર 16,800 રૂપિયા હતો, જે વધારીને 40,000 રૂપિયા કર્યો
2)એકમ કક્ષા વર્ગ-3નો પગાર 10,000 રૂપિયા હતોજે વધારીને 16,000 રૂપિયા કર્યો
3)જુનિયર અધિકારી વર્ગ-2નો પગાર 14,800 રૂપિયા હતો, જે વધારીને 38,000 રૂપિયા કર્યો
4)વર્ગ-4ના કર્મીઓનો પગાર 9,000 રૂપિયા હતોજે વધારીને 15,000 રૂપિયા કર્યો.
5)સુપરવાઈઝર વર્ગ-3નો પગાર 14,500 રૂપિયા હતો, જે વધારીને 21,000 રૂપિયા કર્યો
6)ડ્રાઈવર કમ કંડક્ટરનો પગાર 11,000 રૂપિયા હતો, જે વધારીને 18,000 રૂપિયા કર્યો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK