સરકારે સંપૂર્ણ મદદ કરી, કોઈ વ્યક્તિ સામે મારે નારાજગી નથી: દિલીપદાસજી

Published: Jun 26, 2020, 11:53 IST | Agencies | Gandhinagar

જગન્નાથ મંદિરના મહંતે ૨૪ કલાકમાં મારી પલટી

દિલીપદાસજી
દિલીપદાસજી

અમદાવાદમાં દર વર્ષે ધામધૂમથી નીકળતી ભગવાન જગન્નાથજીની ૧૪૩મી રથયાત્રા હાઈ કોર્ટના આદેશ બાદ મંદિર પરિસરમાં જ પૂરી કરવામાં આવી હતી, પરંતુ ત્યાર બાદ મોટો વિવાદ શરૂ થયો હતો. ગઈ કાલે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે કહ્યું હતું કે અમે એક વ્યક્તિ પર વિશ્વાસ કર્યો જેણે અમારો આ વિશ્વાસ તોડ્યો છે. તેમના આ નિવેદન બાદ રાજ્યભરમાં વિવાદના સૂર ઊઠ્યા હતા. ત્યાર બાદ રાજ્યના ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ સિંહ જાડેજાએ પણ કહ્યું હતું કે‍ આ રથયાત્રા નીકળે એ માટે સરકારે બધી તૈયારી કરી હતી, પરંતુ હાઈ કોર્ટે ના પાડતાં રથયાત્રા નીકળી ન શકી, જેનું અમને પણ દુઃખ થયું છે. ત્યાર બાદ આજે પ્રદીપ સિંહ જાડેજા જગન્નાથ મંદિરે પહોંચ્યા હતા, જ્યાં તેમણે મહંત સાથે બેઠક યોજી હતી. આ બેઠક પૂર્ણ થયા બાદ દિલીપદાસજીએ પત્રકાર પરિષદ યોજી હતી.

જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ કહ્યું કે અમદાવાદમાં રથયાત્રા નીકળે એ માટે હાઈ કોર્ટમાં ઍફિડેવિડ કરી હતી, પરંતુ કોર્ટમાંથી મંજૂરી ન મળી. મારું એટલું જ કહેવું છે કે ચુકાદો વહેલો આવ્યો હોત તો અમે સુપ્રીમમાં મંજૂરી લેવા જઈ શકત. તેમણે કહ્યું કે રાજ્ય સરકારે સંપૂર્ણ મદદ કરી છે. મારી સરકાર સાથે કોઈ નારાજગી નથી. તેમણે કહ્યું કે સરકાર સામે નારાજગી નથી. કોઈ રમત રમાઈ હોય એવી પણ વાત નથી. હાઈ કોર્ટના હિસાબે વાત થઈ છે. મારી કોઈ નારાજગી નથી. તેમણે કહ્યું કે મારા પર કોઈ દબાણ નથી. સંત પર કોઈ દબાણ ન કરી શકે, હું આત્મનિર્ભર છું. આ સાથે તેમણે કહ્યું કે,હવે કોઈ ગેરસમજ કરવાની જરૂર નથી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK