18 સરકારી બૅન્કમાં એપ્રિલ-જૂનમાં 32000 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસ નોંધાયા

Published: Sep 10, 2019, 08:16 IST

ચાલુ નાણાકીય વર્ષના પહેલા ચાર મહિનામાં દેશની જાહેર ક્ષેત્રની ૧૮ બૅન્કો સાથે ૩૧,૮૯૮.૬૩ કરોડ રૂપિયાની છેતરપિંડીના ૨૪૮૦ કેસ નોંધાયા હોવાની માહિતી આરટીઆઇ દ્વારા જાણવા મળી હતી.

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

ચાલુ નાણાકીય વર્ષના પહેલા ચાર મહિનામાં દેશની જાહેર ક્ષેત્રની ૧૮ બૅન્કો સાથે ૩૧,૮૯૮.૬૩ કરોડ રૂપિયાની છેતરપિંડીના ૨૪૮૦ કેસ નોંધાયા હોવાની માહિતી આરટીઆઇ દ્વારા જાણવા મળી હતી. ચન્દ્રશેખર ગૌડ નામના સમાજસેવકે રિઝર્વ બૅન્નેક કરેલા આરટીઆઇના જવાબમાં જાણવા મળ્યું હતું કે કુલ રકમની સૌથી વધુ ૩૮ ટકા છેતરપિંડી દેશની સૌથી મોટી બૅન્ક સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા સાથે કરવામાં આવી હતી. સ્ટેટ બૅન્ક સાથે ૧૨૦૧૨.૭૭ કરોડ રૂપિયાની છેતરપિંડીના ૧૧૯૭ કેસ નોંધાયા હતા.

ત્યાર બાદ અલાહાબાદ બૅન્ક સાથે ૨૮૫૫.૪૬ કરોડ રૂપિયાની છેતરપિંડીના ૩૮૧ કેસ, પંજાબ નૅશનલ બૅન્ક સાથે ૨૫૨૬.૫૫ કરોડ રૂપિયાની છેતરપિંડીના ૯૯ કેસ નોંધાયા હતા. જોકે, રિઝર્વ બૅન્કે જાહેર ક્ષેત્રોની બૅન્કોએ કુલ કેટલાં નાણાં ગુમાવ્યાં એ વિશે કોઈ સ્પષ્ટતા નહોતી કરી. બૅન્ક ઑફ બરોડા સાથે ૨૨૯૭.૦૫ કરોડ રૂપિયાની છેતરપિંડીના ૭૫ કેસ, ઓરિયેન્ટલ બૅન્ક ઑફ કૉમર્સ સાથે ૨૧૩૩.૦૮ કરોડ રૂપિયાની છેતરપિંડીના ૪૫ કેસ, કૅનેરા બૅન્ક સાથે ૨૦૩૫.૮૧ કરોડ રૂપિયાની છેતરપિંડીના ૬૯ કેસ, સેન્ટ્રલ બૅન્ક ઑફ ઇન્ડિયા સાથે ૧૯૮૨.૨૭ કરોડ રૂપિયાની છેતરપિંડીના ૧૯૪ કેસ અને યુનાઇટેડ બૅન્ક ઑફ ઇન્ડિયા સાથે ૧૧૯૬.૧૯ કરોડ રૂપિયાની છેતરપિંડીના ૩૧ કેસ નોંધાયા હતા.

આ પણ વાંચો: આ બેન્કની હોમ લોન થશે સસ્તી, ત્રીજીવાર ઘટાડ્યા વ્યાજદર

એ જ રીતે કૉર્પોરેશન બૅન્ક સાથે ૯૬૦.૮૦ કરોડ રૂપિયાની છેતરપિંડીના ૧૬ કેસ, ઇન્ડિયન ઓવરસીઝ બૅન્ક સાથે ૯૩૪.૬૭ કરોડ રૂપિયાની છેતરપિંડીના ૪૬ કેસ, સિન્ડિકેટ બૅન્ક સાથે ૭૯૫.૭૫ કરોડ રૂપિયાની છેતરપિંડીના ૫૪ કેસ, યુનિયન બૅન્ક સાથે ૭૫૩.૩૭ કરોડ રૂપિયાની છેતરપિંડીના ૫૧ કેસ, બૅન્ક ઑફ ઇન્ડિયા સાથે ૫૧૭ કરોડ રૂપિયાની છેતરપિંડીના ૪૨ કેસ અને યુકો બૅન્ક સાથે ૪૭૦.૭૪ કરોડ રૂપિયાની છેતરપિંડીના ૩૪ કેસ નોંધાયા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK