Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગોવંડીમાં યુવકોએ પોલીસના માથામાં બિયરની બૉટલ ફટકારી

ગોવંડીમાં યુવકોએ પોલીસના માથામાં બિયરની બૉટલ ફટકારી

16 December, 2020 09:13 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગોવંડીમાં યુવકોએ પોલીસના માથામાં બિયરની બૉટલ ફટકારી

ઘાયલ પોલીસ કૉન્સ્ટેબલ વિનોદ મ્હાત્રે અને ધરપકડ કરાયેલો આરોપી હકમત શેખ

ઘાયલ પોલીસ કૉન્સ્ટેબલ વિનોદ મ્હાત્રે અને ધરપકડ કરાયેલો આરોપી હકમત શેખ


ગોવંડી રેલવે સ્ટેશન પાસે સોમવારે રાત્રે પૅટ્રોલિંગ કરી રહેલા પોલીસ-કૉન્સ્ટેબલ પર ત્રણ યુવકોએ બિયરની બૉટલ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં કૉન્સ્ટેબલને આંખની ઉપરના ભાગમાં બે ટાંકા આવ્યા છે. આ મામલામાં પોલીસે એક આરોપીની તલવાર સાથે ધરપકડ કરી છે.

પોલીસે જણાવ્યા અનુસાર સોમવારે રાતે ૧૨ વાગ્યે ગોવંડી રેલવે સ્ટેશન નજીક આવેલી લાઇફલાઇન હૉસ્પિટલ નજીક પોલીસ-કૉન્સ્ટેબલ વિનોદ પૅટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે નજીકમાંથી તલવાર ચલાવવાનો અવાજ આવતાં તે ત્યાં જોવા ગયો ત્યારે ત્રણ યુવકો તલવાર લઈ કોઈકની ઉપર હુમલો કરવાની તૈયારીમાં હતા. કૉન્સ્ટેબલે ત્રણેયને પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે બિયરની બૉટલ કૉન્સ્ટેબલના માથામાં ફટકારી હતી અને ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે જોકે પીછો કરીને ૧૯ વર્ષના હકમત શેખની ધરપકડ કરી હતી.



પોલીસ-કૉન્સ્ટેબલ વિનોદ મ્હાત્રેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ મામલામાં એક આરોપીની ધરપકડ કરી છે. તેની પાસેથી એક તલવાર જપ્ત કરવામાં આવી છે. તે કોના પર હુમલો કરવા આવ્યો હતો તેની તપાસ હાથ ધરાઈ છે. ધરપકડ કરેલા આરોપી પર આ પહેલાં પણ કેટલાક ગુના હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે.’


Whatsapp-channel Whatsapp-channel

16 December, 2020 09:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK