જુગલ કિશોર લોહિયાને છ અને દીપક દેશમુખને ૨૬ મત મYયા હતા. આખા મહારાષ્ટ્રની નજર આ ચૂંટણી પર હતી. આ ચૂંટણી પ્રતીકાત્મક હતી એમ ગોપીનાથ મુંડેએ જણાવ્યું હતું, જ્યારે મહારાષ્ટ્ર બીગેપીના અધ્યક્ષ સુધીર મુનગંટીવારે કહ્યું હતું કે પક્ષના વ્હિપ વિરુદ્ધ મતદાન કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ ધનંજય મુંડેએ જણાવ્યું હતું કે આ તો જનતાનો વિજય છે. આ પરિણામ બાદ જણાય છે કે ધનંજય હવે એનસીપી (નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી)માં જોડાશે. બીજેપીમાંથી ધનંજયના બળવા પાછળ અજિત પવારનું સમર્થન હોવાનું માનવામાં આવે છે.