હવે વધુ ભારતીય IT પ્રોફેશનલ્સને મળી શકશે ગ્રીન કાર્ડ, US સંસદમાં બિલ પસાર

યૂએસ | Jul 11, 2019, 19:47 IST

આઈટી પ્રોફેશનલ્સ માટે સારા સમાચાર આવ્યા છે. અમેરિકામાં હવે દર વર્ષે વધારે ભારતીયોને ગ્રીન કાર્ડ મળી શકશે.

ભારતીય આઈટી પ્રોફેશનલ્સ માટે સારા સમાચાર
ભારતીય આઈટી પ્રોફેશનલ્સ માટે સારા સમાચાર

ભારતના આઈડી પ્રોફેશનલ્સ માટે મહત્વના સમાચાર છે. યૂએસની સંસદે ગ્રીન કાર્ડ માટે દરેક દેશ માટે નક્કી કરેલી મહત્તમ સીમા હટાવી દીધી છે. અત્યાર સુધીમાં ગ્રીન કાર્ડની કુલ સંખ્યામાંથી એક દેશના અરજીકર્તાઓને વધુમાં વધુ સાત ટકા ગ્રીન કાર્ડ મળે છે. હવે પરિવાર આધારિત ઈમિગ્રેન્ટ વિઝા પર આ મર્યાદાને વધારીને 15 ટકા કરી દેવામાં આવી છે. જ્યારે રોજગાર પર આધારિત ઈમિગ્રેન્ટ વિઝા માટે આ સીમાને તમામ રીતે હટાવી દેવામાં આવી છે. આ ફેરફારના કારણે ત્યાં કામ કરી રહેલા કુશળ ભારતીય આઈટી પ્રોફેશનલ્સને ફાયદો થવાની આશા છે.

ગ્રીન કાર્ડ અમેરિકાના ન હોય તેના નાગરિકોને ત્યાં સ્થાયી રૂપથી રહેવાની અને કામ કરવાની અનુમતિ આપે છે. એચ-વનબી વીઝા પર અહીં આવતા ભારતીય આઈટી પ્રોફેશનલ્સને ગ્રીન કાર્ડ પર મુકવામાં આવેલી મર્યાદાના કારણે સૌથી વધુ નુકસાન સહન કરવું પડે છે. આ મર્યાદાના કારણે ભારતીય પ્રોફેશનલ્સને ગ્રીન કાર્ડ માટે 10 વર્ષ સુધી રાહ જોવી પડે છે. કેટલાક મામલાઓમાં આ રાહ 50 વર્ષ સુધી પણ થાય છે.

આ પણ વાંચોઃ મુકેશ અંબાણી: પોતાના ભાઈ અનિલથી આટલા છે અમીર

દેશ માટે મહતમ મર્યાદા નિર્ધારિત કરતું પ્રાવધાન હટાવવા માટે લાવવામાં આવેલું બિલ સંસદમાં 65ની સામે 365 મતોથી પસાર થયું. જે બાદ બિલને સેનેટની મંજૂરી લેવી પડશે. રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પના હસ્તાક્ષર બાદ તે કાયદાનું રૂપ લેશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK