માસ્ક ન પહેરનારાઓને અમે પકડીશું ખરા, પણ ઍડ્રેસ તમે આપો...

Published: 20th February, 2021 08:03 IST | Urvi Shah Mestry | Mumbai

બીએમસીના બી વૉર્ડના ઑફિસરને મિડ-ડેએ માસ્ક ન પહેરનાર ફેરિયાઓ વિશે પૂછ્યું ત્યારે આવો જવાબ મળ્યો

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

મુંબઈમાં હજી પણ મોટી સંખ્યામાં લોકો માસ્ક પહેર્યા વગર બહાર ફરતા જોવા મળે છે અને એટલે જ સુધરાઈએ પણ કમર કસીને ઘણી જગ્યાએ માર્શલ ગોઠવી દીધા છે. જોકે ‘બી’ વૉર્ડના વૉર્ડ ઑફિસર પાસે એકદમ વિચિત્ર આઇડિયા છે માસ્ક વગરના લોકોને પકડવાનો. ‘બી’ વૉર્ડના વૉર્ડ ઑફિસર ચક્રપાની આલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જે લોકો જાહેર જગ્યાએ માસ્ક નથી પહેરતા એવા લોકો સામે અમારા માર્શલ ઍક્શન લેતા જ હોય છે. ડોંગરીના કેટલાક વિસ્તારમાં જે દુકાનદારો માસ્ક પહેરતા નથી એ વિસ્તારનું ઍડ્રેસ અને માહિતી અમને આપી દો, અમારા માર્શલ તેમની સામે ત્વરિત ઍક્શન લેશે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK