Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઓવેસીની રેલીમાં પાકિસ્તાન જિંદાબાદનાં નારા લગાડનારી અમૂલ્યા જેલ ભેગી

ઓવેસીની રેલીમાં પાકિસ્તાન જિંદાબાદનાં નારા લગાડનારી અમૂલ્યા જેલ ભેગી

21 February, 2020 12:55 PM IST | Bangaluru
Mumbai Desk

ઓવેસીની રેલીમાં પાકિસ્તાન જિંદાબાદનાં નારા લગાડનારી અમૂલ્યા જેલ ભેગી

ઓવેસીની રેલીમાં પાકિસ્તાન જિંદાબાદનાં નારા લગાડનારી અમૂલ્યા જેલ ભેગી


ઑલ ઇન્ડિયા મજલિસ એ ઇતેતહાદુલ મુસ્લિમીનના ચીફ અસુદ્દુીન ઓવેસીનાં મંચ પરથી પાકિસ્તાન જિંદાબાદના નારા લગાડનારી યુવતીને 14 દિવસની જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલી દેવાઇ છે. આ છોકરીને જમાનત સુદ્ધાં મળવાની નથી અને તેની પર રાષ્ટ્રદ્રોહનો આરોપ લગાડવામાં આવ્યો છે. ઓવેસીની રેલી નાગરિકતા સંશોધન કાનૂનનાં વિરોધમાં યોજાઇ હતી જેમાં અમૂલ્યાએ પાકિસ્તાન તરફી નારાબાજી કરતા તેને અટકમાં લેવાઇ અને જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલી દેવાઇ હતી. આમ તો અમૂલ્યાને ત્યાં મંચ પરથી ભાષણ કરવા બોલાવાઇ હતી પણ 19 વર્ષની અમૂલ્યાએ આખી વાતને કોઇ બીજી જ દિશામાં વાળી દીધી.
પશ્ચિમ બેંગલુરુનાં ડીસીપી રમેશે કહ્યું કે, " અમૂલ્યા સામે દેશદ્રોહનો ગુનો દાખલ કરાયો છે અને તે 14 દિવસ જ્યુડિશ્યલ કસ્ટડીમાં રખાશે."




 અમૂલ્યાના પિતાએ તેની આ હરકતને વખોડી હતી અને આઘાત આશ્ચર્ય સમેત લાગણી વ્યક્ત કરતા કહ્યું હતું કે. "અમૂલ્યાએ જે કર્યું એ ખોટું છે, તે કોઇ ખોટા મુસલમાનો સાથે ભળી ગઇ છે અને મારી વાત નથી સાંભળતી. તે જે કહે છે એ હું જરાય સહન નથી કરવાનો અને મેં તો એને ઘણીવાર કહ્યું છે કે મુસલમાનો સાથે ન ભળતી જા પણ એ કંઇ મારી વાત માનતી નથી. મેં એને એ પણ કહ્યું છે કે આવી ભડકાવનારી વાતો ન કરે પણ એ સાંભળતી જ નથી."


સેવ કોન્સ્ટીટ્યૂશન નામની સંસ્થાએ અમૂલ્યાને કંઇ બોલવા મંચ પર બોલાવી હતી પણ જેવા તેણા પાકિસ્તાન જિંદાબાદના નારા પોકાર્યા ત્યાં હાજર લોકોએ તેના હાથમાંથી માઇક છીનવી લીધું અને મંચ પરથી નીચે ઉતારી દીધી. પોલીસે તેની પર 124 એની કલમ લગાડી છે અને દેશદ્રોહનો આરોપ મૂક્યો છે. ઓવેસીની રેલીમાં અમૂલ્યાએ આવી હરકત કરી તે પછી ઓવેસીએ પોતે કહ્યું કે તેઓ પાકિસ્તાનને સમર્થન નથી આપતા કે ન તો આવી કોઇ નારેબાજી સાથે સંમત છે.ઓવેસીએ આ ઘટનાની નિંદા કરી તથા પોતે આ છોકરી સાથે કોઇ રીતે જોડાયેલા નથી તેવી સ્પષ્ટતા કરતા ઉમેર્યું કે, "અમારે માટે તો ભારત જ જિંદાબાદ છે અને એમ જ રહેશે."

Whatsapp-channel Whatsapp-channel

21 February, 2020 12:55 PM IST | Bangaluru | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK