સ્માર્ટફોનના યુગમાં સેલ્ફી લઈને મોટા થયેલા યુવાનોમાં આજકાલ પોતાનાં માતા-પિતાના ફોટો આલબમમાંથી તેમનો પોઝ રીક્રીએટ કરવાનો એક ક્રેઝ છવાયો છે.
સોશ્યલ મીડિયા પર એક મહિલાએ તેનાં મમ્મી-પપ્પાના ફોટોના આલબમમાંથી ફોટો રીક્રીએટ કરી એને એક વિડિયોમાં સંકલિત કર્યા છે. જોકે એ સમયમાં ફોટો માટે કોઈ ચોક્કસ પોઝ નહોતા આપતા. થાંભલો પકડીને કે ઝાડની પાછળથી ડોકિયું કરીને, સીડી પર બેસીને, ગેટની નજીક ઊભા રહીને, ઝાડને પાણી પાતા હોય એમ ઘણા સામાન્ય કહી શકાય એવા પોઝ આપવામાં આવતા હતા.
એ સમયે આ સામાન્ય ગણાતા પોઝમાં જ સલવાર-કુર્તા અને ગળે-માથે ઓઢીને દુપટ્ટો વીંટાળીને તથા કોલ્હાપુરી ચંપલ સાથે કોઈ પણ જાતના હાવભાવ વિના ફોટો પડાવવામાં આવતા હતા.
સોશ્યલ મીડિયા પર અપલોડ કરાયેલા આ ફોટોની વિડિયો-ક્લિપ લોકોમાં ખૂબ લોકપ્રિય થઈ છે. ૩૨ સેકન્ડના આ વિડિયોને અત્યાર સુધીમાં ૪૮,૦૦૦ વ્યુઝ મળ્યા છે અને ૩૦૦૦ કરતાં વધુ લાઇક્સ મળી છે.
છત્તીસગઢના ગોંડ આદિવાસીની ઝૂલતી વાંસળીએ કુતૂહલ જગાવ્યું
1st March, 2021 09:36 IST૨૪ વર્ષથી લગ્ન વગર સાથે રહેતા છ સંતાનો ધરાવતા યુગલનાં હવે લગ્ન થશે
1st March, 2021 09:34 ISTઆ છે ફ્રાન્સની ચકરાવે ચડાવે એવી શ્રેષ્ઠ સ્ટ્રીટ આર્ટ
1st March, 2021 09:31 ISTદસ વર્ષ સુધી ત્વચા પરના સફેદ ડાઘને મેકઅપથી છુપાવ્યા અને હવે બની ગયો છે સફળ મૉડલ
1st March, 2021 09:27 IST