Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > 15 વર્ષની છોકરી પર 6 મહિના સુધી પિતાએ આચર્યું દુષ્કૃત્ય, આ રીતે થઈ જાણ

15 વર્ષની છોકરી પર 6 મહિના સુધી પિતાએ આચર્યું દુષ્કૃત્ય, આ રીતે થઈ જાણ

07 August, 2019 11:06 AM IST |

15 વર્ષની છોકરી પર 6 મહિના સુધી પિતાએ આચર્યું દુષ્કૃત્ય, આ રીતે થઈ જાણ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


છોકરીઓ પોતાના જ ઘરમાં સુરક્ષિત નથી એવું માનવા મજબૂર થવું પડે એવી ઘટનાઓ આજકાલ વધી રહી છે. ઉત્તર પ્રદેશના ચિત્રકૂટમાં દસમા ધોરણમાં ભણતી એક છોકરીએ પોતાના પિતાના ત્રાસમાંથી છૂટવા માટે પોલીસની મદદ માગી હતી. જોકે સામેથી ચાલીને વાત કરવા જવાની હિંમત ન હોવાથી તેણે ચિઠ્ઠી લખી હતી અને પોલીસ-સ્ટેશનની ફરિયાદ પેટીમાં નાખી દીધી હતી.

આ પણ વાંચો: 68,000 રૂપિયાનું બિલ ચૂકવવાની ના પાડતાં ટૂરિસ્ટને થઈ 4 મહિનાની જેલ



ચિઠ્ઠીમાં તેણે લખ્યું હતું, ‘તેના ૫૦ વર્ષની વયના પિતા છેલ્લા છ મહિનાથી તેની પર રેપ કરે છે. તેની સગી માનું મૃત્યુ થતાં પિતાએ બીજી સ્ત્રી સાથે લગ્ન કર્યાં હતાં. જોકે એ સંબંધમાં પણ તકલીફો થતાં બીજી પત્નીથી પણ તે છૂટા પડી ગયા હતા.’ રેપ કરવા ઉપરાંત મારવાનું અને કોઈનેય કહેશે તો જાનથી મારી દેવાની ધમકીને કારણે છોકરી અત્યાર સુધી હિંમત નહોતી કરી શકી. જોકે પોલીસે આ ફરિયાદના આધારે છોકરીના પિતાને પકડીને પૂછતાછ શરૂ કરી દીધી છે.


Whatsapp-channel Whatsapp-channel

07 August, 2019 11:06 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK