નિવૃત્તિનો વિચાર ખોટો છે, એ સમયગાળાનો સદુપયોગ કરાય

Published: Jul 02, 2014, 06:23 IST

કામ કરતાં રહેવું જોઈએ. કામ કરવા માટેની કોઈ ઉંમર હોય એવું હું માનતો નથી. આપણે ત્યાં સરકારી જૉબ માટે ૫૮ વર્ષની વયમર્યાદાને માન્ય ગણવામાં આવે છે અને દેશના પચાસ ટકા લોકો એવા છે કે જે રિટાયરમેન્ટ પછી ઘરે બેસી રહે છે, જે ખોટું છે.સ્પેશ્યલ કમેન્ટ - ગિરીશ કર્નાડ, જાણીતા ઍક્ટર

હું માનું છું કે આ પ્રકારે રિટાયર થયેલા લોકોમાંથી સારા અને હોશિયાર લોકોને સરકારે લાભ લેવો જોઈએ અને તેમને ફરીથી એવા કામે લગાડવા જોઈએ, જે દેશના બેનિફિટમાં હોય. અત્યારે મને આવું એક કામ યાદ આવી રહ્યું છે. એજ્યુકેશન. ધારો કે સરકારી જૉબ પરથી રિટાયર થયેલા લોકોને અમુક ફૅસિલિટી સાથે એજ્યુકેશનના ફીલ્ડમાં મૂકવામાં આવે કે એજ્યુકેશનને ફેલાવવા માટે જવાબદારી સોંપવામાં આવે તો એવી પરિસ્થિતિ નિર્માણ થાય કે દસ વર્ષમાં દેશમાં અનએજ્યુકેશનનું દૂષણ દૂર થઈ જાય. એ વાત જુદી છે કે આજે એજ્યુકેશનના ફીલ્ડમાં પહેલાં કરતાં પરિસ્થિતિ બદલાઈ છે અને હવે અક્ષરજ્ઞાનને મહત્વનું માનવામાં આવે છે, પણ જો એ ક્ષેત્રમાં વધુ ઝડપથી કામ કરવું હોય તો આ પ્રકારના સ્માર્ટ રસ્તાનો ઉપયોગ કરવો પડશે. માત્ર એજ્યુકેશન જ નહીં, અનેક ફીલ્ડ એ પ્રકારનાં છે કે જેમાં નિવૃત્ત જીવન જીવતા લોકોને જવાબદારી સોંપીને એ દિશાનાં કામો સોંપી શકાય છે.

મારો કહેવાનો ભાવાર્થ એ છે કે કામ કરવું જરૂરી છે. કામ કરવાની કોઈ ઉંમર ન હોઈ શકે. મહાત્મા ગાંધી કહેતા કે શીખવાની કોઈ ઉંમર ન હોય. જો શીખવાની કોઈ ઉંમર ન હોય તો કામ કરવાની પણ કોઇ ઉંમર ન હોય. ખુદ મહાત્મા ગાંધી પોતે પણ અંતિમ શ્વાસ સુધી દેશસેવામાં પ્રવૃત્ત હતા. બીજા અનેક મહાનુભાવો એવા છે કે જે સિત્તેર અને એંસી વર્ષે પણ પ્રવૃત્ત હતા. પૉલિટિશ્યન પણ આ એજ પર જ કામ કરતા હોય છે. જો તે કામ કરી શકે તો કેવી રીતે તેમની સરકારના અધિકારીઓ ૫૮ વર્ષે નિવૃત્ત થઈ જાય. બધા અધિકારીઓ નહીં, પણ અડધા અધિકારીઓને તો સરકારે એવા કામ પર લગાડવા જ જોઈએ જે નીચેના સ્તર સુધી પહોંચીને કામ કરી શકે એમ છે. શારીરિક રીતે પણ એ કામ કરવા માટે સજ્જ છે અને માનસિક રીતે તેમની તૈયારી પણ છે.

હું માનું છું કે રિટાયરમેન્ટનો ફન્ડા અને આ માનસિકતા દેશને નબળો બનાવવાનું કામ કરે છે. આજે ટૅલન્ટ લાવી શકાય, પણ અનુભવ તો જાતે જ લેવો પડે. નિવૃત્ત થયેલા લોકો પાસે જે એક્સપિરિયન્સ હોય છે એનું મૂલ્ય ક્યારેય આંકી ન શકાય. આ એક્સપિરિયન્સનો લાભ લેવાનો છે અને એને દેશના હિતમાં, લોકોના હિતમાં ઉપયોગ કરવાનો છે. આ ઉપયોગ થશે તો એનો ફાયદો અલ્ટિમેટલી દેશને અને ગવર્નમેન્ટને થશે તો ઇન્ડિવિજ્યુઅલી જેમને રિટાયરમેન્ટથી તકલીફ છે તેમને પણ લાભ થશે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK