ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના લોનીના ધારાસભ્ય નંદકિશોર ગુર્જરે બકરાની કુરબાની અંગે નિવેદન આપ્યું છે. ગુર્જરે કહ્યું કે દેશમાં કોરોનાનો પ્રકોપ છે તેથી બકરી ઈદ પર બલિ ન આપો. જો તમારે બલિ આપવી જ હોય તો તમારાં બાળકોની આપો.
તેમણે કહ્યું કે બકરી ઈદ પર તેઓ બલિ થવા નહીં દે. જો કોઈ બલિ આપે છે તો તેની વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. બીજેપીના ધારાસભ્યએ કહ્યું કે અગાઉ સનાતન ધર્મમાં બલિ આપવામાં આવતી હતી પરંતુ હવે લોકો બલિની જગ્યાએ નારિયેળ ધરાવે છે. હવે બકરીનો વધ થતો નથી. બલિનો અર્થ થાય છે કે પવિત્ર ચીજને સમર્પિત કરવી. લોકો પોતાનાં બાળકોની બલિ નથી આપતા પરંતુ નિર્દોષ પશુઓને મારીને ખાય છે.
નંદકિશોર ગુર્જરે કહ્યું હતું કે જેવી રીતે સનાતન ધર્મમાં પહેલાં બલિની પ્રથા હતી અને હવે નારિયેળ વધેરવામાં આવે છે તેવી જ રીતે ઇસ્લામને માનતા લોકોને નિવેદન છે કે પશુઓની બલિ ન આપે. જો કોઈ ન માને તો તેઓ તેમનાં બાળકોની બલિ આપે. નિર્દોષ જીવની બલિ આપીને તેને ખાવું એ યોગ્ય નથી.
નંદકિશોરે કહ્યું હતું કે જે બકરો મારીને ખાશે તે આગલા જન્મમાં પણ બકરો બનશે અને લોકો તેને મારીને ખાશે. પ્રકૃતિનો નિયમ છે, જે જેવું કરે છે, તેવું ભોગવે છે. ઇમાનદારી સાથે એક પણ કુરબાની ન થાય. વહીવટીતંત્ર તેનું ધ્યાન રાખે જેથી કોરોના ન ફેલાય. કુરબાનીના લીધે કોરોના ફેલાશે, જે અમે નહીં થવા દઈએ.
લવ જેહાદના રાજ્યોના કાયદા પર સ્ટેનો સુપ્રીમનો ઇનકાર
7th January, 2021 15:16 ISTગુજરાતી કારચોર નીકળ્યો ગજબ ભેજાગેપ
6th January, 2021 10:03 ISTUttarpradesh: ગાઝિયાબાદમાં સ્મશાનમાં છાપરું પડતાં 18 જણ મોતને ભેટ્યા
3rd January, 2021 17:54 ISTUttar Pradesh: 16 વર્ષના કાકાએ 5 વર્ષની ભત્રીજી પર કર્યો બળાત્કાર
20th December, 2020 16:34 IST