ઘાટકોપરમાં તો મહિલાઓએ લાલકૃષ્ણ અડવાણીને તેમના રથની પરિક્રમા કરીને વધાવ્યા

Published: 6th November, 2011 02:02 IST

બીજેપીના નેતા લાલકૃષ્ણ અડવાણીની જનચેતના યાત્રા ઘાટકોપર (વેસ્ટ)ના આરસિટી મૉલ સામે આવેલા પ્રેસિડેન્શિયલ ટાવર્સ પાસે પહોંચી ત્યારે ત્યાંની મહિલાઓએ અડવાણીની આરતી ઉતારવાનો કાર્યક્રમ બનાવ્યો હતો, પરંતુ જનચેતના યાત્રાના રથમાંથી અડવાણી નીચે ન ઊતરવાના હોવાથી તેમ જ તેમનો રથમાંથી ચહેરો પણ સ્પષ્ટ ન દેખાતો હોવાથી અહીંની મહિલાઓએ રથની પ્રદક્ષિણા ફરી રથની આરતી કરીને સંતોષ માન્યો હતો.ઘાટકોપર (ઈસ્ટ)ની સિંધુવાડી પાસે સિંધી સમાજ જનચેતના યાત્રા તેમના આંગણે આવવાની છે એ જાણીને ખુશખુશાલ હતો, પરંતુ જનચેતના યાત્રાનું સ્વાગત કરવા જેટલો પણ સમય તેમને ફાળવવામાં ન આવતાં તેમનામાં નારાજગી પ્રવર્તી હતી. આમ છતાં લોકલવિધાનસભ્ય પ્રકાશ મહેતાએ ત્યાં જનચેતના યાત્રા પહોંચ્યા બાદ બીજેપીના નેતા લાલકૃષ્ણ અડવાણીને સિંધુવાડીમાં ૫૦ લાખ રૂપિયાના ખર્ચે બનાવેલા કૉમ્યુનિટી હૉલનું ઉદ્ઘાટન કરવા માટે વિનંતી કરી હતી. એના જવાબમાં અડવાણીએ કહ્યું હતું કે હું અહીં બેસીને ઉદ્ઘાટનની આૈપચારિકતા પૂરી કરું છું, બાકી મેં ભ્રષ્ટાચારના વિરોધમાં જનચેતના યાત્રા કાઢી છે એટલે એના સિવાય કોઈ જ કામ નથી કરવાનો. આમ છતાં સિંધી સમાજના અગ્રણી ગોપાલ સજનાનીએ તેમને સિંધીના અધિષ્ટાયક દેવ ઝૂલેલાલનાં દર્શન કરવા માટેની વિનંતી કરી હતી, જેનો કોઈ જ જવાબ નહોતો મળ્યો.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK