શિવસેનાનાં નગરસેવિકા શુભાંગી શિર્કે બાળ ઠાકરેની પરવાનગી લીધા બાદ વિચારશે
રોહિત પરીખ
ઘાટકોપર, તા. ૩૦
આની વિગતવાર માહિતી આપતાં તેજસ્વિની વ્યાસે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારું પ્રતિનિધિમંડળ પહેલાં અસિસ્ટન્ટ કમિશનર પ્રમોદ ખેડકરને મળવા ગયું હતું. તેમણે ઈમાનદારી પત્ર પર સહી કરવાનો ઇન્ાકાર કરતાં કહ્યું હતું કે ‘અમે મહાનગરપાલિકાના કમિશનરના આદર્શને ફૉલો કરીએ છીએ (આ પહેલાં તેમણે આદર્શને બદલે આદેશ શબ્દનો ઉપયોગ કયોર્ હતો). અમે જ્યારે મહાનગરપાલિકામાં નોકરી મેળવીએ છીએ એ સમયે જ અમે ભ્રષ્ટાચાર નહીં કરવાના શપથ લઈએ છીએ એટલે અમારે ફરીથી અમારી ઈમાનદારીના કોઈ ઘોષણાપત્ર પર સહી કરવાની જરૂર નથી રહેતી. આમ પણ અમે આ પત્ર પર કમિશનરની પરવાનગી વગર સહી ન કરી શકીએ.’
તેજસ્વિની વ્યાસે વધુમાં કહ્યું હતું કે ‘ત્યાર બાદ અમે મહાનગરપાલિકાના ઝોન-૬ના ડેપ્યુટી કમિશનર ડૉક્ટર એસ. એસ. કુડાળકરને મળવા ગયા હતા એમ જણાવતાં ભાવિન શાહે કહ્યું હતું કે ડૉક્ટર કુડાળકરે પહેલાં તો ફૉર્મ ભરવાની શરૂઆત કરી હતી. પછી અચાનક વિચારવા માટે બે દિવસનો સમય માગ્યો હતો અને કહ્યું હતું કે હું બે દિવસ પછી ઈમાનદારીના ઘોષણાપત્ર પર સહી કરીશ.’
તેજસ્વિની વ્યાસે કહ્યું હતું કે ‘સૌથી જબરદસ્ત આંચકો તો અમને ‘એન’ વૉર્ડ પ્રભાગ સમિતિના અધ્યક્ષ અને વૉર્ડ નંબર ૧૨૨નાં શિવસેનાનાં નગરસેવિકા શુભાંગી શિર્કેએ ઈમાનદારી ઘોષણાપત્ર પર સહી કરવા વિશે કહ્યું હતું કે આ માટે મારે શિવસેનાના સુપ્રીમો બાળ ઠાકરેની પરવાનગી લેવી પડશે. તેઓ હા પાડશે તો હું ચોક્કસ સહી કરીશ તેમ જ હું બીજા નગરસેવકો સાથે પણ આ બાબતમાં ચર્ચા કરીશ, જો તેઓ બધા આ પત્ર પર સહી કરતા હશે તો હું પણ સહી કરીશ. આમ તો હું અને મારા પતિ દશરથ શર્કિે પાંચ ટમ્ર્સથી મહાનગરપાલિકાની ચૂંટણી જીતતાં આવ્યાં છીએ. એનો અર્થ એ થાય છે કે અમને લોકોએ પ્રામાણિકતાનું સર્ટિફિકેટ આપી દીધું છે.’
‘એન’ વૉïર્ડના અધિકારીઓ અને પ્રભાગ સમિતિનાં અધ્યક્ષ શુભાંગી શર્કિેએ ઈમાનદારી ઘોષણાપત્ર પર સહી કરવાની ના પાડી એના પ્રત્યાઘાત આપતાં તેજસ્વિની વ્યાસે કહ્યું હતું કે ‘એક અધિકારી તેના ઉચ્ચ અધિકારીના આદર્શ (આદેશ)ને આધારે તેની પ્રામાણિકતાની જાહેરાત કરવા માગે છે તો બીજાને પોતાની પ્રામાણિકતા માટે વિચારવાનો સમય જોઈએ છે. તો શિવસેનાનાં નગરસેવિકાને પોતાની પ્રામાણિકતાની ઘોષણા કરવા માટે બાળ ઠાકરેની પરવાનગી જોઈએ છે. આનો મતલબ કહેવાની જરૂર છે ખરી. પબ્લિક સબ જાનતી હૈ.’
જેણે ક્યારેય ભ્રષ્ટાચાર ન કયોર્ હોય તેને જ ‘એન’ વૉર્ડઑફિસમાં પ્રવેશ
ઇન્ડિયન અગેઇન્સ્ટ કરપ્શનના ઘાટકોપરના કાર્યકરો ગઈ કાલે સવારે ૧૧ વાગ્યે સુધરાઈના ‘એન’ વૉર્ડના અધિકારીઓને મળવા જતા હતા એ સમયે તેમને ‘એન’ વૉર્ડના બિલ્ડિંગના ગેટ પર સિક્યૉરિટીએ ઉપર જતા રોક્યા હતા અને કહ્યું હતું કે અહીં જેણે ક્યારેય ભ્રષ્ટાચાર ન કયોર્ હોય એ લોકોને જ પ્રવેશ આપવામાં આવે છે.
‘એન’ વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર પ્રમોદ ખેડકર સાથે ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શનનું પ્રતિનિધિમંડળ.
‘એન’ વૉર્ડની પ્રભાગ સમિતિનાં અધ્યક્ષ શુભાંગી શર્કિે સાથે વાતચીત કરી રહેલું ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શનનું પ્રતિનિધિમંડળ. તસવીરો : રોહિત પરીખ
કાંદિવલીના પાવનધામમાં કે ઘાટકોપરના પારસધામમાં ક્વૉરન્ટીન સેન્ટર ફરી શરૂ નથી થયું
22nd February, 2021 08:15 ISTગુંડાગર્દી કરીને કિન્નરોએ કરી ટ્રાફિક-પોલીસની પીટાઈ
18th February, 2021 14:01 ISTએમએમઆરડીએના ચીફ ઈડી સમક્ષ હાજર રહ્યા
17th February, 2021 12:57 ISTએમએમઆરડીએના ચીફને ઈડીનું તેડું
16th February, 2021 10:50 IST