Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઘાટકોપરમાં પેટ્રોલ પમ્પને લૂંટવા જતાં પહેલાં જ ૩ યુવકો પકડાયા

ઘાટકોપરમાં પેટ્રોલ પમ્પને લૂંટવા જતાં પહેલાં જ ૩ યુવકો પકડાયા

10 November, 2012 08:14 AM IST |

ઘાટકોપરમાં પેટ્રોલ પમ્પને લૂંટવા જતાં પહેલાં જ ૩ યુવકો પકડાયા

ઘાટકોપરમાં પેટ્રોલ પમ્પને લૂંટવા જતાં પહેલાં જ ૩ યુવકો પકડાયા




બનાવ વિશે માહિતી આપતાં ઘાટકોપર પોલીસે કહ્યું હતું કે ઘાટકોપર (વેસ્ટ)માં  એન. એસ. રોડ પર આવેલા કાળા મેદાન પાસે ગઈ કાલે બપોરે પેટ્રોલ પમ્પ પર દરોડા પાડવાની તૈયારી કરવા ૬ યુવકો ભેગા મળ્યા હોવાની માહિતી મળતાં રેઇડ પાડીને ત્રણ યુવકોની ધરપકડ કરી હતી, જ્યારે ત્રણ જણ ભાગી છૂટ્યા હતા. પકડાયેલાઓમાં ઘાટકોપરના ૨૨ વર્ષના ગોકુળ મધુકર બાગુળ, ૨૦ વર્ષના સ્વપ્નીલ મહાદેવ પોટકરે અને ૧૯ વર્ષના સિકંદર અબ્દુલ ગફાર શહાનો સમાવેશ છે. ગોકુળ, સ્વપ્નીલ અને સિકંદર ગઈ કાલે બપોરે પોણાબે વાગ્યે તેમના અન્ય ત્રણ સાથીદારો સાથે કાળા મેદાન પાસે ભેગા થયા હતા અને હથિયારો સાથે ઘાટકોપર (વેસ્ટ)ના એલબીએસ માર્ગ પરની ગોલ્ડન પૅલેસ હોટેલ પાસેના પેટ્રોલ પમ્પ પર દરોડો પાડવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે તેમને ઝડપી લેવામાં આવ્યા હતા. જોેકે અન્ય ત્રણ સાથીદારો ત્યાંથી નાસી ગયા હતા. ગોકુળ વિરુદ્ધ અગાઉ દસેક અને સ્વપ્નિલ વિરુદ્ધ અગાઉ બે ગુના નોંધાયા છે.




Whatsapp-channel Whatsapp-channel

10 November, 2012 08:14 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK