Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > કોઈ વ્યક્તિના મોંમાંથી દારૂની વાસ આવતી હોય તો તે પીધેલી હોઈ શકે?

કોઈ વ્યક્તિના મોંમાંથી દારૂની વાસ આવતી હોય તો તે પીધેલી હોઈ શકે?

24 December, 2011 05:45 AM IST |

કોઈ વ્યક્તિના મોંમાંથી દારૂની વાસ આવતી હોય તો તે પીધેલી હોઈ શકે?

કોઈ વ્યક્તિના મોંમાંથી દારૂની વાસ આવતી હોય તો તે પીધેલી હોઈ શકે?




(ગ્રાહક હેલ્પલાઇન - જહાંગીર ગાય)

વિષય


માણસના મોંમાંથી દારૂની વાસ આવતી હોય તો એ જરૂરી નથી કે તે પીધેલો જ હોય.

બૅકડ્રૉપ

આ એક સર્વસામાન્ય માન્યતા છે કે માણસના મોંમાંથી દારૂની વાસ આવતી હોય તો એ માણસ ચોક્કસ પીધેલો છે. દિલ્હી સ્ટેટ કમિશને ૨૭-૦૩-૨૦૦૯ના દિવસે અશમીન્દર પાલ સિંહ વર્સસ ધ ન્યુ ઇન્ડિયા અશ્યૉરન્સ કંપની લિમિટેડના કેસમાં આપેલા ચુકાદા પ્રમાણે આવું ધારી લેવું યોગ્ય નથી.

કેસસ્ટડી

અશમીન્દર પાલ સિંહે ૨૮-૧૦-૨૦૦૦ના દિવસે ૮,૨૬,૦૦૦ રૂપિયાની મિત્સુબિશી લૅન્સર કાર ખરીદી. ન્યુ ઇન્ડિયા અશ્યૉરન્સ કંપનીની કૉમ્પ્રિહેન્સિવ ઇન્શ્યૉરન્સ પૉલિસી હેઠળ આ કાર ઇન્શ્યૉર્ડ કરવામાં આવી. બે મહિના પછી એ કારનો ઍક્સિડન્ટ થયો અને પૂરેપૂરું નુકસાન થયું.

અશમીન્દર પાલ સિંહે ઇન્શ્યૉરન્સ ક્લેમ ફાઇલ કર્યો. ઇન્શ્યૉરન્સ કંપનીએ નિયુક્ત કરેલા સ્પૉટ સર્વેયર તેમ જ ફાઇનલ સર્વેયરે સાત લાખ રૂપિયાનું નુકસાન થયું છે એવું જણાવ્યું. અશમીન્દર પાલ સિંહ તો આ રકમ લેવા તૈયાર હતો. એમ છતાં ઇન્શ્યૉરન્સ કંપનીએ એક ઇન્વેસ્ટિગેટરને આગળની તપાસ માટે નીમ્યો.

ઇન્શ્યૉરન્સ કંપનીએ અશમીન્દર પાલ સિંહને કહ્યું હતું કે તપાસ દરમ્યાન અમારા ઇન્વેસ્ટિગેટરને ખબર પડી કે ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સ્ટડીઝ (એઆઇઆઇએમએસ હૉસ્પિટલ)ના મેડિકો-લીગલ કેસ રેકૉર્ડ પ્રમાણે તે ઍક્સિડન્ટ પછી જ્યાં હતો ત્યાં ભયંકર પીધેલી હાલતમાં હતો. આ જ કારણસર તેનો ક્લેમ રદ થયો. જોકે કંપની મારફત થયેલા આ ઇન્વેસ્ટિગેશનના રિપોર્ટો તેને બતાવવામાં ન આવ્યા.

અશમીન્દર અમેરિકામાં રહેતો હોવાથી તેણે તેના દાદાને આ ક્લેમની તપાસ કરવાની પરવાનગી આપી. ઇન્શ્યૉરન્સ ઑમ્બડ્ઝમૅનમાં એની ફરિયાદ નોંધવામાં આવી. ત્રણ વાર આ કેસની સુનાવણી કરવામાં આવી. લૉ ઑફ એવિડન્સની કાર્યવાહી કર્યા વગર તેમણે પાર્ટીનાં સ્ટેટમેન્ટ રેકૉર્ડ કયાર઼્ અને ત્યાર પછી ઇન્શ્યૉરન્સ કંપનીની તરફેણમાં ચુકાદો આપ્યો.

અશમીન્દર સિંહે ત્યાર પછી દિલ્હી સ્ટેટ કમિશનને આ ફરિયાદની અરજી મોકલી. આ કાર્યવાહી દરમ્યાન અમુક સત્ય બહાર આવ્યાં. એવું જાણવા મળ્યું કે જ્યારે અશમીન્દર સિંહને એઆઇઆઇએમએસ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો ત્યારે તે પોતાના કાનમાં દુખાવાની ફરિયાદ કરતો હતો. ડ્યુટી પરના ડૉકટરે તેનો કાન તપાસ્યો અને રેકૉર્ડમાં નોંધ્યું છે કે અશમીન્દર સિંહ ભાનમાં હતો અને તેના ડાબા કાનમાં સોજો હતો. તેનું બ્લડપ્રેશર ૧૨૦/૮૦ હતું અને પલ્સ પણ ૮૦ સામાન્ય હતી. કોઈ પણ પ્રકારના ઈએનટી બ્લીડિંગ કે ઊલટીનાં લક્ષણો નહોતાં અને તેના મોંમાંથી દારૂની વાસ આવતી હતી. જોકે કોઈ પણ જાતની ટેસ્ટ થઈ જ નહોતી જેમાં સાબિત થાય કે અશમીન્દર સિંહે દારૂ અથવા અમુક જાતના નશીલા પદાર્થનું સેવન કર્યું હોય. દારૂ પીને ગાડી ચલાવવાની બાબતે પોલીસ તરફથી પણ કોઈ પણ જાતનાં પગલાં લેવામાં નહોતાં આવ્યાં.

ઇન્શ્યૉરન્સ કંપનીએ આ કેસમાં હૉસ્પિટલમાં મેડિકો-લીગલ કેસનો રેકૉર્ડ બતાવી અશમીન્દર સિંહે દારૂ પીધેલો હતો અને એ વાત નોંધાઈ હતી એ જણાવ્યું; પણ કમિશને આ વાત સ્વીકારી નહીં, કારણ કે સામે પક્ષે અશમીન્દર સિંહે જ સર્ટિફાઇડ કાગળિયાંની કૉપી બતાવી એમાં આવી કોઈ પણ જાતની નોંધ નહોતી કરવામાં આવી.

કમિશને નોંધ્યું કે દારૂ પીવો અને એની અસરમાં ટૂન થઈ જવું એ બન્ને વાતમાં બહુ મોટો તફાવત છે. નાનકડો પેગ પીવાથી વ્યક્તિના મોંમાંથી વાસ આવવાની શક્યતા છે, પણ એનો અર્થ એ નથી કે તે પીધેલો છે. કોઈ પણ વ્યક્તિ સામે દારૂ, નશીલા પદાર્થ અથવા કોઈ પણ જાતના ડ્રગ હેઠળ તે પોતાનું ભાન ભૂલી કે એની પ્રતિક્રિયાઓ ધીમી પડવાથી અથવા તો સામનો કરવાની ક્ષમતા ઘટી જવાથી એનું સીધું પરિણામ ઍક્સિડન્ટ કે નુકસાનમાં પરિણમ્યું છે એવું પુરવાર કરવું પડે.

મેડિકલ રેકૉડ્ર્‍સ અને ઇન્શ્યૉરન્સ કંપનીની વાતો ધ્યાનમાં લીધા પછી કમિશને ટિપ્પણી કરી કે અશમીન્દર સિંહનું બ્લડપ્રેશર, પલ્સ તેમ જ બીજી બધી વસ્તુ સામાન્ય હોવા છતાં ઇન્શ્યૉરન્સ કંપનીએ કારણ વગર ફક્ત મોંમાંથી દારૂની વાસ આવે છે એ વાત પર ખાસ ભાર આપ્યો. કંપનીએ એ હકીકત અવગણી કે અશમીન્દર સિંહ પોતે જ ડૉક્ટરને ફરિયાદ કરતો હતો અને ડૉક્ટરને તેણે જ તપાસવાનું કહ્યું હતું. એ જ રીતે ઇન્શ્યૉરન્સ કંપનીએ તેના શરીરમાં આલ્કોહોલનું પ્રમાણ કેટલું છે એની એક પણ જરૂરી કાર્યવાહી કે ટેસ્ટ કરાવી નહોતી. ઇન્શ્યૉરન્સ કંપનીના ઇન્વેસ્ટિગેટરે અશમીન્દર સિંહનું એ સ્ટેટમેન્ટ પણ નોંધ્યું હતું કે એ વખતે તે પોતાની શરદી અને ઉધરસ માટે હોમિયોપથી દવાનો ઉપયોગ કરતો હતો અને એની વાસ પણ આલ્હોહોલ જેવી હોય છે.

આ રીતે કમિશને ઇન્શ્યૉરન્સ કંપનીને સાત લાખ રૂપિયાની ચુકવણીના આદેશ સાથે માનસિક ત્રાસ અને હેરાનગતિ પેટે બીજા પચાસ હજાર રૂપિયા ભરવાના કહ્યા.

 




ઇમ્પૅક્ટ
ઇન્શ્યૉરન્સ કંપની કેસની યોગ્યતા ન જોતાં ઇન્વેસ્ટિગેટર અને બીજા સર્વેયરને નિયુક્ત કરે છે અને તેમના રિપોર્ટ પ્રમાણે ક્લેમને અમાન્ય કરે છે. ઇન્શ્યૉરન્સ કંપની ગ્રાહકનું હિત અને કેસની યોગ્યતા જોયા વગર જ ઇન્વેસ્ટિગેટરની ફી, લૉયરની ફી તેમ જ કૉમ્પેન્સેશનની રકમ ચૂકવવામાં લોકોના પૈસો બરબાદ કરે છે.

લેખક કન્ઝ્યુમર ઍક્ટિવિસ્ટ છે અને ભારત સરકાર તરફથી ગ્રાહક-સુરક્ષા માટેના નૅશનલ યુથ અવૉર્ડ વિનર છે. (કન્ઝ્યુમર કોર્ટની ડિસ્ટ્રિક્ટ ફોરમની ઑફિસ પરેલ (ઈસ્ટ), બાંદરા (ઈસ્ટ), થાણે અને નવી મુંબઈમાં; સ્ટેટ કમિશનની ઑફિસ સીએસટી (છત્રપતિ શિવાજી ટર્મિનસ)ની સામે અને નૅશનલ કમિશનની ઑફસ દિલ્હીમાં આવેલી છે. જો તમારે કન્ઝ્યુમર કોર્ટમાં કેસ ફાઇલ કરવો હોય અને એ વિશે માર્ગદર્શન જોઈતું હોય તો જહાંગીર ગાયનો ૨૨૦૮ ૨૧૨૧ અથવા કન્ઝ્યુમર વેલ્ફેર અસોસિએશનના મિસ્ટર મૅસ્કરેન્હૅસનો ૨૪૪૫ ૪૯૩૬ નંબર પર સંપર્ક કરી શકો છો)


Whatsapp-channel Whatsapp-channel

24 December, 2011 05:45 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK