કડકડતી ઠંડી માટે તૈયાર રહો : આજથી તાપમાનમાં ૪થી ૫ ડિગ્રીનો ઘટાડો થશે!

Published: Dec 14, 2019, 10:00 IST | Ahmedabad

રાજ્ય પરથી સાયક્લોનિક સર્ક્યુલેશન નબળું પડ્યું છે અને પવનની દિશા ઉત્તર-ઉત્તર-પૂર્વ તરફની થઈ છે જેના કારણે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે.

(જી.એન.એસ.) રાજ્ય પરથી સાયક્લોનિક સર્ક્યુલેશન નબળું પડ્યું છે અને પવનની દિશા ઉત્તર-ઉત્તર-પૂર્વ તરફની થઈ છે જેના કારણે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે. રાજ્યમાં સૂકા અને ઠંડા પવનો ફૂંકાવાના કારણે લઘુતમ તાપમાન ઘટતાંની સાથે ઠંડીનુ પ્રમાણ વધશે અને લોકોને શિયાળાની ઠંડીનો અહેસાસ થશે.

ડિસેમ્બરમાં પણ લઘુતમ તાપમાન સામાન્ય કરતાં ૩ થી ૪ ડિગ્રી ઊંચું છે, જેના કારણે ઠંડીનો અહેસાસ થતો નથી. પરંતુ આવતી કાલથી પવનની દિશા બદલાતાંની સાથે ઠંડીનું પ્રમાણ વધશે. હવામાન વિભાગના ડિરેક્ટર ડૉક્ટર જયંત સરકારે જણાવ્યું છે કે આવતી કાલથી લઘુતમ તાપમાનમાં ૩થી ૪ ડિગ્રી લઘુતમ તાપમાન ઘટશે અને ઠંડીનું પ્રમાણ વધશે.

Loading...

Tags

gujarat
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK