કાશ્મીરની વર્તમાન પરિસ્થિતિ કાયમી નથી, એને બદલવાની જરૂરઃ અન્ગેલા મર્કેલ

Published: Nov 03, 2019, 11:04 IST | નવી દિલ્હી

મર્કેલે જણાવ્યું કે કાશ્મીરની સ્થિતિ સુધારવાની જરૂર છે. ભારતના પ્રવાસે આવેલાં જર્મન ચાન્સેલર અન્ગેલા મર્કેલે પત્રકારો સાથે વાતચીત દરમ્યાન મોટું નિવેદન આપતાં કહ્યું કે કાશ્મીરનો મામલો વડા પ્રધાન મોદી સમક્ષ રજૂ કરીશ.

અન્ગેલા મર્કેલ
અન્ગેલા મર્કેલ

જર્મનીની ચાન્સેલર અન્ગેલા મર્કેલે કાશ્મીરની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે કાશ્મીરના લોકો જે હાલતમાં હાલમાં વસવાટ કરી રહ્યા છે એ ખૂબ જ ચિંતાજનક છે. મર્કેલે જણાવ્યું કે કાશ્મીરની સ્થિતિ સુધારવાની જરૂર છે. ભારતના પ્રવાસે આવેલાં જર્મન ચાન્સેલર અન્ગેલા મર્કેલે પત્રકારો સાથે વાતચીત દરમ્યાન મોટું નિવેદન આપતાં કહ્યું કે કાશ્મીરનો મામલો વડા પ્રધાન મોદી સમક્ષ રજૂ કરીશ.
આ દરમ્યાન અન્ગેલાએ એમ પણ કહ્યું કે તે કાશ્મીર અંગે ભારતની સ્થિતિથી વાકેફ છે, પરંતુ અહીં કોઈ ફરક પડતો નથી. જર્મન ચાન્સેલરે કહ્યું કે તે કાશ્મીરમાં શાંતિ પુનઃ સ્થાપન માટેની યોજના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી શાંતિથી સાંભળવા માગે છે. હાલમાં કાશ્મીરની સ્થિતિ સ્થિર નથી. ત્યાં લોકો કઠિન પરિસ્થિતિઓમાં જીવી રહ્યા છે અને એમાં સુધારો કરવો જરૂરી છે.
જો તમને જાણ ન હોય તો, જર્મન ચાન્સેલર અન્ગેલા મર્કેલ ત્રણ દિવસીય ભારત પ્રવાસ પર આવ્યાં હતા. શુક્રવારે વડા પ્રધાન મોદીને મળતાં પહેલાં અન્ગેલા મર્કેલ રાજઘાટ ગયાં અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.
શુક્રવારે મુલાકાત દરમ્યાન વડા પ્રધાન મોદીએ મર્કેલને એક ખાસ ભેટ આપી હતી. તેમણે અન્ગેલા મર્કેલને ભેટમાં રત્નમ પેન અને એક હૅન્ડલૂમ વૂલન ખાદી સ્ટોલ આપી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK