Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > કોરોના વાઇરસ પ્રાકૃતિક રીતે ઉત્પન્ન થયો છે : ડબ્લ્યુએચઓ

કોરોના વાઇરસ પ્રાકૃતિક રીતે ઉત્પન્ન થયો છે : ડબ્લ્યુએચઓ

03 May, 2020 10:36 AM IST | Geneva
Agencies

કોરોના વાઇરસ પ્રાકૃતિક રીતે ઉત્પન્ન થયો છે : ડબ્લ્યુએચઓ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ચીનથી ફેલાયેલ ખતરનાક વાઇરસ અને વૈશ્વિક મહામારી કોરોના વાઇરસને લઈ હવે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ઇમર્જન્સી સ્થિતિઓના પ્રમુખ ડૉક્ટર માઇકલ રાયને મહત્ત્વનું નિવેદન આપ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ રાયને કહ્યું કે કોરોના વાઇરસ પ્રાકૃતિક રીતે ઉત્પન્ન થયો છે. તેમનું આ નિવેદન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પના એવા નિવેદન પછી આવ્યું જેમાં ટ્રમ્પે કહ્યું હતું કે તેમની પાસે ઘણી એવી માહિતી છે જે સંકેત આપે છે કે કોરોના વાઇરસ ચીનની વાયરોલોજી ઇન્સ્ટિટ્યૂટ લૅબથી પેદા થયો છે.

મીડિયા રિપોર્ટ મુજબ રાયને કહ્યું કે વિશ્વ આરોગ્ય સંસ્થાની ટીમે વારંવાર ઘણા બધા એવા વૈજ્ઞાનિકો સાથે આ અંગે ચર્ચા કરી. જેમને વાઇરસના જીન સિક્વેન્સને જોયો છે અને અમને એ વાત પર સંપૂર્ણ વિશ્વાસ છે કે વાઇરસ પ્રાકૃતિક રીતે પેદા થયો છે. આ સિવાય તેમને એમ પણ કહ્યું કે કોરોના વાઇરસથી પ્રાકૃતિક હોસ્ટની શોધ કરવી જરૂરી છે. જેથી આ અંગે વધુ માહિતી મેળવી શકાય અને ભવિષ્યમાં એવા જોખમથી બચી શકાય.



આપણે જણાવી દઈએ કે આ પહેલાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેમને પૂર્ણ વિશ્વાસ છે કે કોરોના વાઇરસ ચીનની વાયરોલોજી ઇન્સ્ટિટ્યૂટથી પેદા થયો છે. ટ્રમ્પ વારંવાર ચીન પર આરોપ લગાવતા રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ તેમણે તો એમ પણ કહ્યું હતું કે તેઓ ચીન પર લાગતા ટ્રેરિફમાં પણ વધારો કરશે. કારણ કે ચીનના કારણે અમેરિકાના હાલ બેહાલ છે. ઉલ્લેખનીય છે કે વિશ્વના મોટા ભાગના વૈજ્ઞાનિકોનું માનવું છે કે કોરોના વાઇરસ ચીનના વુહાન શહેરમાં આવેલ એક એનિમલ માર્કેટમાંથી પેદા થયો છે. જો કે અત્યાર સુધી આ અંગે કોઈ પુષ્ટિ થઈ નથી.


Whatsapp-channel Whatsapp-channel

03 May, 2020 10:36 AM IST | Geneva | Agencies

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK