ગેહલોતના આકરા તેવરઃ પીએમના ઘર સામે જ ધરણાં કરવાની ચીમકી

Published: 26th July, 2020 12:59 IST | Agencies | Mumbai

એક તરફ કૉન્ગ્રેસના કાર્યકરોએ આજે રાજસ્થાનનાં તમામ મુખ્ય મથકો પર દેખાવો કર્યા હતા ત્યારે બીજી બાજુ મુખ્ય પ્રધાન અશોક ગેહલોત બીજેપી પર સતત પ્રહાર કરી રહ્યા છે.

અશોક ગેહલોત
અશોક ગેહલોત

રાજસ્થાનના રાજકારણમાં જાણે રાજ જ છુપાયેલું હોય તેવું લાગી રહ્યું છે. ખબર નહીં આ રાજકારણ ક્યાં જઈને ઊભું રહેશે. દિવસે દિવસે નવી ચાલ રમાઈ રહી છે. ગેહલોત સરકાર નવી નવી રીતે કેન્દ્ર સરકાર અને બીજેપીને ઘેરવાની રીત બનાવી રહી છે. રાજસ્થાનના રાજકારણમાં ઘમાસાણ મચ્યું છે. એક તરફ કૉન્ગ્રેસના કાર્યકરોએ આજે રાજસ્થાનનાં તમામ મુખ્ય મથકો પર દેખાવો કર્યા હતા ત્યારે બીજી બાજુ મુખ્ય પ્રધાન અશોક ગેહલોત બીજેપી પર સતત પ્રહાર કરી રહ્યા છે.
મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે કહ્યું કે ભલે લોકશાહી બચાવવા રાષ્ટ્રપતિ ભવનમાં જવું પડે. ભલે આપણે વડા પ્રધાનના ઘરની બહાર બેસવું પડે તો પણ તે કરશે. આ સંબોધનના પગલે ધારાસભ્યો ઊભા થયા અને તાળીઓ વગાડી હતી. આમ સીએમ અશોક ગેહલોતે મોટું નિવેદન આપી દીધું હતું અને પીએમ મોદીના ઘર સામે ધરણાં કરવાની પણ જાહેરાત કરી દીધી હતી.
આજે હોટેલ પેરામાઉન્ટમાં કૉન્ગ્રેસ ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે સંબધોન કરતાં કહ્યું હતું કે હંમેશાં વિપક્ષી પાર્ટી સદન ચલાવવાની વાત કરી રહી છે. પહેલી વખત સત્તા પક્ષ માગ કરી રહ્યું છે. છતાં પણ રાજ્યપાલજીએ અમારી માગનો સ્વીકાર નથી કર્યો.
મુખ્ય પ્રધાન અશોક ગેહલોતના આહવાન પર બેઠકમાં હાજર તમામ ધારાસભ્યોએ હાથ ઊંચા કરી પોતાનું સમર્થન આપ્યું હતું તેમ જ બીજેપી અને બળવાખોર ધારાસભ્યો સામે લડત લડવાનું સમર્થન વ્યક્ત કર્યું હતું. સીએમ ગેહલોતના સંબોધન દરમ્યાન કૉન્ગ્રેસના ધારાસભ્યોએ કહ્યું હતું કે તેઓએ ફેયરમાઉન્ટમાં ૨૧ દિવસ રહેવું પડે તો પણ તે તૈયાર છે.
મુખ્ય પ્રધાને ધારાસભ્યોને કહ્યું હતું કે તમારે બધાઅે મજબૂત રહેવાનું છે. વિજય તો આપણો જ થશે. આ વખતે લડત સરકારને બચાવવા નહીં, લોકશાહીને બચાવવા માટે છે. કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે કહ્યું કે બીજેપી કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરી રહ્યું છે. અમારી સરકાર રાજસ્થાનમાં ૫ વર્ષ પૂર્ણ કરશે. અમે ૨૦૨૩ની ચૂંટણી પર નજર રાખી રહ્યા છીએ. રાજસ્થાનમાં માત્ર કૉન્ગ્રેસ જ સત્તા પર પાછી ફરશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK