Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > અમેરિકામાં સેંકડો ફાસ્ટ-ફૂડ આઉટલેટ્સની બહાર હજારો ગે કપલે એકમેકને કરી કિસ

અમેરિકામાં સેંકડો ફાસ્ટ-ફૂડ આઉટલેટ્સની બહાર હજારો ગે કપલે એકમેકને કરી કિસ

06 August, 2012 05:36 AM IST |

અમેરિકામાં સેંકડો ફાસ્ટ-ફૂડ આઉટલેટ્સની બહાર હજારો ગે કપલે એકમેકને કરી કિસ

અમેરિકામાં સેંકડો ફાસ્ટ-ફૂડ આઉટલેટ્સની બહાર હજારો ગે કપલે એકમેકને કરી કિસ


kiss-usવાત એમ હતી કે ચિક-ફિલ-એ નામની આ ચેઇન રેસ્ટોરાંના માલિક ડેન કેથીએ રેડિયો પર આપેલા એક ઇન્ટરવ્યુમાં એવું કહી દીધું હતું કે સજાતીય લગ્નોને મંજૂરી આપીને અમેરિકા ઈશ્વરના કોપને આમંત્રણ આપી રહ્યું છે. તેમના આ સ્ટેટમેન્ટથી અમેરિકાનો ગે સમુદાય ભડકી ઊઠ્યો હતો. એ પછી ગે લોકોના એક ગ્રુપે ડેન કેથીની કમેન્ટનો વિરોધ કરવા તેમની માલિકીની તમામ રેસ્ટોરાંની બહાર ભેગા મળીને એકમેકને કિસ કરવાની હાકલ કરી હતી. એ પછી શુક્રવારે અમેરિકાનાં અનેક શહેરોમાં આવેલી ચિક-ફિલ-એના આઉટલેટ્સની બહાર સજાતીય સંબંધ ધરાવતા અંદાજે ૧૪,૦૦૦ લોકોએ એકમેકના પાર્ટનરને ચસચસતું ચુંબન કર્યું હતું. કિસ-ઇન નામના આ કૅમ્પેન દ્વારા અમેરિકાના ગે સમુદાયે લોકોને મેસેજ આપ્યો હતો કે તેમને છંછેડવામાં મઝા નથી. અમેરિકાનાં છ રાજ્યોએ સજાતીય લગ્નોને મંજૂરી આપી દીધી છે. હાલમાં ચાલી રહેલી પ્રમુખપદની ચૂંટણીના કૅમ્પેનમાં પણ આ મુદ્દો ચગ્યો છે. અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા સજાતીય લગ્નોને સમર્થન આપી રહ્યા છે, જ્યારે તેમના હરીફ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર મીટ રોમની તેમના વિરોધી છે.


Whatsapp-channel Whatsapp-channel

06 August, 2012 05:36 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK