Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ભાઇંદરમાં સોનાની નહીં સિલિન્ડરની ચોરી

ભાઇંદરમાં સોનાની નહીં સિલિન્ડરની ચોરી

10 October, 2012 05:26 AM IST |

ભાઇંદરમાં સોનાની નહીં સિલિન્ડરની ચોરી

ભાઇંદરમાં સોનાની નહીં સિલિન્ડરની ચોરી


સિલિન્ડરના વધેલા ભાવને કારણે ચોરો ઘરમાંથી સોનું-ચાંદી નહીં પણ સિલિન્ડર ચોરવા લાગ્યા છે. ભાઈંદર (ઈસ્ટ)માં ન્યુ ગોલ્ડન નેસ્ટ વિસ્તારમાં ન્યુ પૂજા કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીની બી વિંગમાં બીજા માળે રહેતો રાકેશ કેળુસકર ગઈ કાલે બપોરે બે વાગ્યે ઘરને તાળું મારીને બહાર ગયો હતો. બપોરે ૩.૨૦ વાગ્યાની આસપાસ તે પાછો ફર્યો ત્યારે તેના ઘરનું તાળું તૂટેલું હતું. રાકેશને થયું કે ઘરમાં રહેલી રોકડ રકમ અને સોનાની ચોરી થઈ હશે, પણ એ બરાબર હતું. પછી તેણે કિચનમાં જઈને જોયું તો ઘરમાં રહેલાં બે સિલિન્ડરમાંથી એક સિલિન્ડર ગાયબ હતું.

આવી જ બીજી ઘટનામાં શનિવારે ભાઈંદર (ઈસ્ટ)ના ન્યુ ગોલ્ડન નેસ્ટ રોડ પર આવેલા શિલ્પ અપાર્ટમેન્ટની બી વિંગમાં પહેલા માળે રહેતી રુસી તિવારીના ઘરે પણ બની હતી. રુસી બપોરે તેના દીકરાને સ્કૂલમાંથી લેવા ગઈ હતી. તે ઘરે પાછી ફરી ત્યારે તેના ઘરના દરવાજાનું તાળું તૂટેલું હતું. તેણે અંદર જઈને તપાસ કરી તો તેના ઘરમાં રહેલાં બે સિલિન્ડરમાંથી એક સિલિન્ડરની ચોરી થઈ હતી.

વધારાનાં સબસિડાઇઝ્ડ સિલિન્ડર બાબતે કોઈ નિર્ણય નહીં

રાજ્યના પ્રધાનમંડળની ગઈ કાલે થયેલી બેઠકમાં વધારાનાં સબસિડાઇઝ્ડ એલપીજી સિલિન્ડર વિશે કોઈ નિર્ણય લેવામાં આવશે એવી જનતાને આશા હતી, પણ ગઈ કાલની એ મીટિંગમાં પણ આ બાબતે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણે  સબસિડાઇઝ્ડ સિલિન્ડર વિશે કહ્યું હતું કે ‘સબસિડાઇઝ્ડ સિલિન્ડર આપવાથી રાજ્ય પર કેટલો વધારાના આર્થિક બોજો પડશે એની અમે તપાસ કરી રહ્યા છીએ. આ બાબતે અમે વધુ વિગતો મગાવી રહ્યા છીએ. આ બાબતે નિર્ણય લેવામાં આવશે ત્યારે અમે જણાવીશું.’

કૉન્ગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધીની સૂચના હતી કે જે રાજ્યોમાં કૉન્ગ્રેસની સત્તા છે ત્યાં સબસિડાઇઝ્ડ સિલિન્ડરોની સંખ્યા નવની રાખવામાં આવે. એને કારણે રાજ્યની જનતાને પણ લાભ થાય એમ છે. જોકે ગઈ કાલની બેઠકમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નહોતો.’

એલપીજી = લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ


Whatsapp-channel Whatsapp-channel

10 October, 2012 05:26 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK