દિલ્હીમાં યુવતીને દોડતી બસમાં રેપ કરી બહાર ફેંકી દેવામાં આવી

Published: 18th December, 2012 03:20 IST

રાજધાની દિલ્હીમાં બળાત્કારની વધુ એક આઘાતજનક ઘટનામાં ૨૩ વર્ષની મેડિકલ સ્ટુડન્ટને ચાલુ બસમાં ગૅન્ગરેપ બાદ બહાર ફેંકી દેવામાં આવી હતી.

ઘવાયેલી આ યુવતીની હાલત અત્યારે ગંભીર છે. પોલીસે આ કેસમાં કુલ ચારની ધરપકડ કરી છે. ઉત્તરાખંડની વતની આ યુવતી તેના મિત્ર સાથે પ્રાઇવેટ બસમાં પ્રવાસ કરી રહી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે યુવતીનો મિત્ર, જે પ્રાઇવેટ કંપનીમાં એન્જિનિયર છે તેને પણ માર મારીને બસમાંથી ફેંકી દેવામાં આવ્યો હતો. આ ઘટના રવિવારે રાત્રે સાઉથ દિલ્હીના મહિપાલપુર વિસ્તારમાં બની હતી. યુવતી અને તેનો મિત્ર દિલ્હીના મુનીરકા વિસ્તારથી દ્વારકા જઈ રહ્યાં હતાં.

ઘટના બાદ ગંભીર રીતે ઘવાયેલા બન્ને જણને ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઑફ મેડિકલ સાયન્સના ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા, એ પછી યુવતીને સફદરજંગ હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી હતી. રેપનો ભોગ બનેલી યુવતી દહેરાદૂનની મેડિકલ કૉલેજમાં ભણતી હતી. બન્નેને બસમાંથી બહાર ફેંકી દેવામાં આવ્યા બાદ કેટલાક રાહદારીઓએ પોલીસને જાણ કરી હતી. એ પછી તેમને હૉસ્પિટલમાં ખસેડાયાં હતાં. મહિલા સંગઠનોએ આ ઘટના બાદ તીવþ પ્રતિક્રિયા આપી હતી. બાદમાં દિલ્હીનાં મુખ્ય પ્રધાન શીલા દીક્ષિતે પ્રાઇવેટ બસની પરમિટ કૅન્સલ કરવાનો આદેશ આપ્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK