લાલબાગચા રાજાનું વીસ કલાકે વિસર્જન

Published: 1st October, 2012 05:25 IST

લાલબાગચા રાજાના વિસર્જનમાં શનિવારે અભૂતપૂર્વ મહેરામણ ઊમટ્યો હતો. શનિવારે બપોરે સાડાઅગિયાર વાગ્યે શરૂ થયેલી એમની વિસર્જનયાત્રા ગઈ કાલે સવારે સાડાસાત વાગ્યે વીસ કલાક બાદ ગિરગામ ચોપાટી પર પહોંચી હતી. સવારે ૮.૨૫ વાગ્યે રાજાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.


આ વિશે વધુ માહિતી આપતાં લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળના અધ્યક્ષ અશોક પવારે કહ્યું હતું કે ‘બીજા દિવસે રવિવારની રજા હોવાથી લાખોની સંખ્યામાં ભાવિકો રાજાના વિસર્જનમાં ઊમટી પડ્યા હતા. જોકે અભૂતપૂર્વ મેદની હોવા છતાં ભારે પોલીસ-બંદોબસ્તને કારણે કોઈ અપ્રિય ઘટના બની નહોતી અને નિર્વિઘ્ને રાજાનું વિસર્જન થયું હતું. રાજાને ચડાવવામાં આવેલી ભેટ (કૅશ)ની ગણતરી માટે મહારાષ્ટ્ર બૅન્કના ૩૦ કર્મચારીઓ અમને સહાય કરવાના છે. આજે અથવા કાલે રાજાને મળેલી ભેટની ગણતરી કરવામાં આવશે અને પાંચથી સાત ઑક્ટોબર દરમ્યાન એનું ઑક્શન રાખવામાં આવશે.’


પુઢચ્યા વર્ષી લવકર યા : મુંબઈમાં બાપ્પાનું વિસર્જન, જુઓ તસવીરોમાં


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK