ગણેશોત્સવમાં ધ્વનિ-પ્રદૂષણે તોડ્યો પાંચ વર્ષનો રેકૉર્ડ

Published: 25th September, 2012 04:44 IST

રવિવારે પાંચ દિવસના ગણેશવિસર્જન વખતે માપવામાં આવેલા ધ્વનિ-પ્રદૂષણના આંકડાને માનવામાં આવે તો છેલ્લાં પાંચ વર્ષમાં આ સૌથી ઘોંઘાટભર્યું વિસર્જન રહ્યું હતું.

મહારાષ્ટ્ર પૉલ્યુશન કન્ટ્રોલ ર્બોડના નિયમ મુજબ વિસર્જન વખતે એની માત્રા ૧૧૧ ડેસિબલ હોવી જોઈએ, પણ રવિવારે સાંજે દાદરમાં આ માત્રા ૧૧૫ ડેસિબલનો આંક પણ વટાવી ગઈ હતી એમ જાણીતા ઍક્ટિવિસ્ટના તેમ જ આવાઝ નામની બિનસરકારી સંસ્થાના સ્થાપક સુમેરા અબ્દુલઅલીએ કહ્યું હતું. તેમના મતે આ વર્ષે ગણપતિ મંડળો તરફ સરકારે નરમાશભર્યું વર્તન બતાવ્યું છે. શહેરમાં ઘણાં સ્થળોએ ધ્વનિ-પ્રદૂષણના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.

રાજ્યનાં બીજાં શહેરો જેવાં કે કોલ્હાપુર, સાતારા, નવી મુંબઈ, થાણે, ઔરંગાબાદ અને અમરાવતીમાં ધ્વનિ-પ્રદૂષણ ઘટી રહ્યું છે, પણ નાગપુર અને જલગાંવમાં એ સ્તર વધી રહ્યું છે. લોકો હવે રેકૉર્ડેડ મ્યુઝિક સાથે મોટાં સ્પીકરો લઈને જ નીકળે છે જેથી ગમે ત્યાં તેઓ લાઇવ ડિસ્કો મ્યુઝિકની મજા માણી શકે.

મહારાષ્ટ્ર પૉલ્યુશન કન્ટ્રોલ ર્બોડ ગણેશ ઉત્સવ દરમ્યાન વિવિધ શહેરોમાં ધ્વનિ-પ્રદૂષણના સ્તરને માપવાનું કાર્ય કરતું હોય છે. નિયમ પ્રમાણે સાઇલન્સ ઝોનમાં દિવસ દરમ્યાન ૫૦ ડેસિબલ તથા રહેઠાણ વિસ્તારમાં ૫૫ ડેસિબલ ધ્વનિ-પ્રદૂષણ હોવું જોઈએ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK