કાંદિવલી-વેસ્ટમાં મોદી પાર્ક કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં રોજ ફૂલોથી સજાવટ

Published: 28th September, 2012 07:25 IST

કાંદિવલી-વેસ્ટમાં ઈરાની વાડી રોડ નંબર ત્રણ પર આવેલી મોદી પાર્ક કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં ગણેશોત્સવનું ૧૨મું વર્ષ છે.

મંડળના અધ્યક્ષ સંદીપ મોદીએ કહ્યું હતું કે ‘અમારે ત્યાં અગિયાર દિવસના ગણપતિ લાવીએ છીએ. આ વર્ષે અગિયાર ફૂટની હાથીના મુખસ્વરૂપની મૂર્તિની સ્થાપના કરી છે. અમારે ત્યાં રોજ તાજાં ફૂલોથી મંડપની સજાવટ કરવામાં આવે છે, જ્યારે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સત્યનારાયણ ભગવાનની કથા, સિનિયર સિટિઝનોનો ફૅશન શો તેમ જ બાળકો માટે હાઉસી, નાટક વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે આવતી કાલે શનિવારે કાંદિવલી વિલેજમાં ઢોલ-નગારાં સાથે વાજતેગાજતે વિસર્જન કરવામાં આવશે.’

ડીજે = ડિસ્ક જૉકી

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK