ગાંધીનગર : ગુજરાતના ખેડૂતો માટે 3,700 કરોડનું પેકેજ

Published: 22nd September, 2020 14:36 IST | Agency | Gandhinagar

મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યની આ ખેડૂત હિતલક્ષી સરકાર હંમેશા ખેડૂતોની વિપદામાં તેમની મુશ્કેલીના સમયમાં પડખે ઉભી રહેનારી સંવેદનશીલ સરકાર છે.

વિજય રૂપાણી
વિજય રૂપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિધાનસભા ગૃહના નેતા તરીકે ૧૪મી વિધાનસભાના સાતમા સત્રના પ્રથમ દિવસે નિયમ-૪૪ અન્વયે નિવેદનમાં રાજ્યના ધરતીપુત્રોને આ વર્ષે ખરીફ ઋતુમાં ભારે વરસાદથી થયેલ પાક નુકસાન સામે ઉદાર પેકેજની જાહેરાત કરી હતી. આ પેકેજ હેઠળ પાક નુકસાનીમાં હેક્ટરદીઠ ૧૦,૦૦૦ રૂપિયાની સહાય ખેડૂતને અપાશે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યની આ ખેડૂત હિતલક્ષી સરકાર હંમેશા ખેડૂતોની વિપદામાં તેમની મુશ્કેલીના સમયમાં પડખે ઉભી રહેનારી સંવેદનશીલ સરકાર છે. આ સંદર્ભમાં સીએમ રૂપાણી ઉમેર્યું કે, ઓગસ્ટ-૨૦૨૦માં મહિનામાં રાજ્યના કેટલાક તાલુકાઓમાં ભારે વરસાદને પરિણામે ખેતરોમાં પાણી ભરાવાના પરિણામે ખેતી પાકોને નુકસાન થયેલું છે. આ નુકસાની સામે સહાય આપવા અંગે રાજ્યના ખેડૂત, ખેડૂત સંગઠનો અને પ્રજાના જનપ્રતિનિધિઓએ રાજ્ય સરકારને કરેલી રજૂઆતનો સંવેદનાત્મક પ્રતિસાદ આપતા આ સહાય પેકેજ આપ્યું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK