આચારસંહિતા ભંગ મુદ્દે પ્રદીપસિંહ જાડેજા વિરુદ્ધ ફરિયાદ નોંધવા કોર્ટનો આદેશ

Published: Dec 31, 2019, 09:14 IST | Gandhinagar

રાજ્યના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા વિરુદ્ધ ફરિયાદ નોંધવા કોર્ટે આદેશ કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

પ્રદીપસિંહ જાડેજા
પ્રદીપસિંહ જાડેજા

રાજ્યના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા વિરુદ્ધ ફરિયાદ નોંધવા કોર્ટે આદેશ કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. હાલ પ્રદીપસિંહ જાડેજા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટે આદેશ આપતાં રાજનીતિમાં ચર્ચાનો વિષય બન્યો છે. હાલના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા પર ૨૦૦૭માં અસારવા વિધાનસભા ચૂંટણીમાં પત્રિકા છપાવીને આચારસંહિતાનો ભંગ કરવાનો આરોપ કોર્ટે માન્ય રાખ્યો છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે વર્ષ ૨૦૦૭માં અસારવા વિધાનસભાની ચૂંટણી દરમિયાન પ્રદીપસિંહે પત્રિકા છપાવી હતી. જે-તે સમયે તત્કાલીન શહેર કૉન્ગ્રેસ પ્રમુખ પંકજ શાહે ક્લેક્ટર પાસે ફરિયાદ નોંધાવીને આરોપ મૂક્યો હતો કે પ્રદીપસિંહે ચૂંટણીમાં પત્રિકા છપાવી આચારસંહિતા ભંગ કર્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે શહેર કૉન્ગ્રેસ પ્રમુખ પંકજ શાહે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે ૨૦૦૭માં અસારવા વિધાનસભા ચૂંટણીમાં એક પત્રિકા છપાવી હતી, જે ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ છપાવી હતી.

આ પણ વાંચો : કંડલા પોર્ટમાં ટૅન્કમાં બ્લાસ્ટ : ચારનાં મૃત્યુ

મતદારોને આકર્ષવા માટે ૨૦૦૭માં નવરાત્રિમાં પ્રદીપસિંહે કેટલીક વસ્તુ વહેંચી હતી જેની જે-તે સમયે ચૂંટણી પંચમાં પણ ફરિયાદ કરી હતી. ત્યાર બાદ આજે આ કેસમાં કોર્ટમાં સુનાવણી દરમિયાન મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. કોર્ટે પોતાના આદેશમાં હાલના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા વિરુદ્ધ ફોજદારી ગુનો નોંધવા જણાવ્યું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK