ગુજરાત: રાજ્યમાં આજે અને આવતી કાલે કમોસમી વરસાદની આગાહી

Updated: Mar 05, 2020, 08:49 IST | Gandhinagar

છેલ્લા થોડા દિવસથી ઠંડી એકદમ જતી રહી છે અને એકદમ ગરમી ચાલુ થઈ ગઈ છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

છેલ્લા થોડા દિવસથી ઠંડી એકદમ જતી રહી છે અને એકદમ ગરમી ચાલુ થઈ ગઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડવાની આગાહી છે. હવામાન વિભાગની આગાહીથી રાજ્યના ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. આ વિશે હવામાન વિભાગે આગાહી કરી છે કે પાંચ માર્ચે રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. આ સાથે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. બનાસકાંઠા અને વલસાડમાં હળવાં ઝાપટાં પડવાની શક્યતા છે.

હવામાન ખાતાએ કરેલી આગાહી પ્રમાણે લો-પ્રેશરની સ્થિતિ સર્જાતાં પાંચ માર્ચે એટલે આજે રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર અને કચ્છ વિસ્તારમાં હળવાં વરસાદી ઝાપટાં પડી શકે છે. ડાંગના ગિરિમથક સાપુતારાના હવામાનમાં પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ પણ સાપુતારામાં જોવા મળી રહ્યો છે. ઠંડા પવનના કારણે વહેલી સવારથી સાપુતારા ઠંડુંગાર બન્યું. આહલાદક વાતાવરણના કારણે સાપુતારાની મુલાકાતે આવતા પ્રવાસીઓમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK