ગુજરાતમાં 50 હથિયારો સાથે 13 જણની કરી ધરપકડ

Published: Jul 01, 2020, 11:28 IST | Agencies | Gandhinagar

ગુજરાત એટીએસને આજે વધુ એક મોટી સફળતા મળી છે. આજે ગુજરાત એટીએસે વધુ ૫૦ વિદેશી હથિયાર જપ્ત કર્યાં છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ગુજરાત એટીએસને આજે વધુ એક મોટી સફળતા મળી છે. આજે ગુજરાત એટીએસે વધુ ૫૦ વિદેશી હથિયાર જપ્ત કર્યાં છે. ગત અઠવાડિયે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં દરોડા પાડી ૫૪ વધુ હથિયાર જપ્ત કરી ૯ આરોપીની ધરપકડ કર્યા બાદ તાજેતરમાં વધુ ૫૦ હથિયારો સાથે ૧૩ આરોપીઓની ધરપકડ કરી છે. નેપાળથી આવેલા હથિયાર અંગે તપાસ ચાલુ છે. આ ઘટનામાં તરુણ ગુપ્તા સિવાય હથિયાર કોણ એસેમ્બલ કરતું હતું તેની તપાસ હાથ ધરી છે.

ગુજરાત એટીએસે આજે કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી સહિતનાં શહેરોમાં દરોડા પાડી આ હથિયાર જપ્ત કર્યાં છે. અમદાવાદમાં ગેરકાયદે ગનની ડીલ કરતા ગન હાઉસના માલિક તરુણ ગુપ્તાની પણ ધરપકડ કરી તેમની પૂછપરછ શરૂ કરી હતી. ગુજરાત એટીએસે અમદાવાદ સહિત રાજ્યના પાંચ જિલ્લામાં ગેરકાયદે હથિયાર રાખવાના નેટવર્કનો પર્દાફાશ કરી ૫૦ ગેરકાયદે વિદેશી અને ભારતીય બનાવટનાં હથિયાર કારતૂસ સાથે ૧૩ આરોપીની ધરપકડ કરી છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK