સરકારી કર્મચારીને મળશે મોટી ભેટ, દિવાળી પહેલાં પગાર કરાશે

ગાંધીનગર | Oct 12, 2019, 09:23 IST

મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને પાંચ ટકા મોંઘવારી દૈનિક ભથ્થું વધારવાના પ્રસ્તાવને મંજૂરી આપી દઈને દિવાળીની મોટી ભેટ આપી દીધી છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને પાંચ ટકા મોંઘવારી દૈનિક ભથ્થું વધારવાના પ્રસ્તાવને મંજૂરી આપી દઈને દિવાળીની મોટી ભેટ આપી દીધી છે. ત્યાર બાદ ગુજરાત સરકારના કર્મચારીઓને દિવાળી રહેલા મોટી ભેટ આપવામાં આવી રહી છે.

રાજ્ય સરકારના કર્મચારીઓને દિવાળી પહેલાં પગાર કરવાની જાહેરાત કરીને ખુશખુશાલ કરી દીધા છે. સામાન્ય રીતે મહિનો પૂરો થયા બાદ રાજ્ય સરકારના કર્મચારીઓના પગારની ચુકવણી થતી હોય છે, પરંતુ આ વખતે ઑક્ટોબરના અંતિમ દિવસોમાં દિવાળી હોવાના કારણે વહેલો પગાર કરવાની જાહેરાત કરાઈ છે.

સચિવાલય સ્ટાફ અસોસિએશન દ્વારા દિવાળી પહેલાં પગાર કરવાની રજૂઆત નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને કરવામાં આવી હતી. ત્યાર બાદ નાયબ મુખ્ય પ્રધાનના કાર્યાલયે નાણા વિભાગના અધિક મુખ્ય સચિવને પત્ર લખી કર્મચારીઓના વહેલા પગાર કરવાની યોગ્ય વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.

આ પણ વાંચો : જાના થા વડોદરા પહોંચ ગએ રાજપીપળા

અહીં ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારની કૅબિનેટે કેન્દ્રીય કર્મચારીઓના પાંચ ટકા મોંઘવારી દૈનિક ભથ્થું વધારવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ગયા બુધવારે યોજાયેલી બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. હવેથી કેન્દ્રીય સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું ૧૨ ટકાથી વધીને ૧૭ ટકા થઈ જશે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આ જાહેરાત કરી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK