ગુજરાતમાં 2020 સુધીમાં 1000 સીએનજી સ્ટેશન શરૂ કરવામાં આવશેઃ વિજય રૂપાણી

Published: Oct 12, 2019, 09:39 IST | ગાંધીનગર

દેશનાં કુલ સીએનજી સ્ટેશનના ૩૧ ટકા એકલા ગુજરાતમાં-દેશમાં ૧૮૧૫. ગુજરાતમાં ૫૫૮ મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ ગુજરાતને પર્યાવરણપ્રિય પ્રદૂષણરહિત પરિવહન સેવામાં અગ્રેસર બનાવવા સીએજી વ્યાપક ઉપયોગ કરવાની નેમ વ્યકત કરી છે.

વિજય રૂપાણી
વિજય રૂપાણી

દેશનાં કુલ સીએનજી સ્ટેશનના ૩૧ ટકા એકલા ગુજરાતમાં-દેશમાં ૧૮૧૫. ગુજરાતમાં ૫૫૮ મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ ગુજરાતને પર્યાવરણપ્રિય પ્રદૂષણરહિત પરિવહન સેવામાં અગ્રેસર બનાવવા સીએજી વ્યાપક ઉપયોગ કરવાની નેમ વ્યકત કરી છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે સીએનજીના ઉપયોગથી પેટ્રોલ-ડીઝલ જેવા ઈંધણથી થતા ધુમાડા પ્રદૂષણથી મુક્તિ મેળવવા સાથે નવાં સીએનજી ફિલિંગ સ્ટેશન-પમ્પ શરૂ થતાં વાહનચાલકોને લાંબી લાઇનમાં ઊભા રહેવાથી પણ મુક્તિ મળશે. મુખ્ય પ્રધાન સીએનજી સહભાગી યોજના અન્વયે રાજ્યમાં ગુજરાત ગૅસ લિમિટેડ અને સાબરમતી ગેસ લિમિટેડનાં સંચાલનીય ક્ષેત્રોમાં વધુ ર૧૪ સીએનજી સ્ટેશન શરૂ કરવા માટેના ફાળવણી પત્રો અર્પણ સમારોહમાં સંબોધન કરી રહ્યા હતા.

તેમણે જણાવ્યું કે ગુજરાતે સીએનજીના ઉપયોગમાં પણ દેશમાં લીડ લીધી છે. સમગ્ર દેશમાં ૧૮૦૦ જેટલાં સીએનજી સ્ટેશનમાંથી ૩૧ ટકા એકલા ગુજરાતમાં એટલે કે પપ૮ સીએનજી સ્ટેશન સ્થપાયાં છે. મુખ્ય પ્રધાને નવાં સીએનજી સ્ટેશન શરૂ થવાથી ઉપભોક્તા સીએનજી વપરાશકારો ગુજરાત ગૅસ લિમિટેડ અને પમ્પ સંચાલકો ત્રણેય માટે વિન-વિન સિચુએશનનું નિર્માણ થશે એવો વિશ્વાસ દર્શાવતાં કહ્યું કે આ નવાં સીએનજી સ્ટેશનથી સ્થાનિક કક્ષાએ અંદાજે ૧પ હજાર લોકોને રોજગારી પણ મળતી થશે.

આ પણ વાંચો : સરકારી કર્મચારીને મળશે મોટી ભેટ, દિવાળી પહેલાં પગાર કરાશે

રૂપાણીએ જણાવ્યું કે ગુજરાતમાં ‘સ્વચ્છ ગુજરાત ગ્રીન-કલીન ગુજરાત’ની સંકલ્પના સાથે જૂન-ર૦૧૯માં સીએનજી સહભાગી યોજનાની શરૂઆત કરીને ૩૦૦ જેટલાં નવાં સીએનજી સ્ટેશન ઊભાં કરવા માટે ઑનલાઇન અરજીઓ મગાવવામાં આવી હતી. માત્ર ત્રણ જ માસમાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરી આજે ર૧૪ સ્ટેશન શરૂ કરવા માટેના ફાળવણી પત્રો અર્પણ થયા છે એ પારદર્શિતા, નિર્ણાયકતા સાથે ત્વરિત ઝડપી પ્રશાસનની પ્રતીતિ કરાવનારી ઘટના છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK