પૈચાન કૌન? : ગાંધીજી ડબલ્સ! (પીપલ લાઈવ)

Published: 10th October, 2011 19:05 IST

કચ્છના ભચાઉ ગામના ક. વી. ઓ. જૈન અને રેડીમેડ ગાર્મેન્ટનો બિઝનેસ કરતા મિતેન મૂળચંદ સત્રા અને તેમનાં પત્ની મિતાલીના બે દીકરા અક્ષ અને લક્ષને બીજી ઑક્ટોબરે સાત વર્ષ પૂરાં થઈ આઠમું વર્ષ બેઠું. અક્ષ લક્ષ કરતાં બે મિનિટ મોટો છે. અક્ષ અને લક્ષના જન્મના સમય માટે ડૉક્ટરે મિતાલીને સિઝેરિયનની તારીખ ત્રીજી ઑક્ટોબર આપી હતી, પણ આ ઑપરેશન બીજી ઑક્ટોબરે જ કરી લેવું પડ્યું.

 


(પૈચાન કૌન? - પલ્લવી આચાર્ય)

 

ગ્રાન્ટ રોડમાં રહેતા અને ગાંધીજયંતીના દિવસે જન્મેલા અક્ષ અને લક્ષ આઇડેન્ટિકલ નહીં પણ ફ્રેટર્નલ ટ્વિન્સ છે છતાં સાવ સરખા દેખાય છે. ડૉક્ટરોના મતે આવું રેર કેસમાં બને છે


કચ્છના ભચાઉ ગામના ક. વી. ઓ. જૈન અને રેડીમેડ ગાર્મેન્ટનો બિઝનેસ કરતા મિતેન મૂળચંદ સત્રા અને તેમનાં પત્ની મિતાલીના બે દીકરા અક્ષ અને લક્ષને બીજી ઑક્ટોબરે સાત વર્ષ પૂરાં થઈ આઠમું વર્ષ બેઠું. અક્ષ લક્ષ કરતાં બે મિનિટ મોટો છે. અક્ષ અને લક્ષના જન્મના સમય માટે ડૉક્ટરે મિતાલીને સિઝેરિયનની તારીખ ત્રીજી ઑક્ટોબર આપી હતી, પણ આ ઑપરેશન બીજી ઑક્ટોબરે જ કરી લેવું પડ્યું. બન્ને ૬ પાઉન્ડ વજનના હતા.


અક્ષ અને લક્ષની મમ્મી મિતાલીનું કહેવું છે, ‘તેઓ આઇડેન્ટિકલ નહીં, પણ ફ્રેટર્નલ (જેમની નાળ જુદી હોય એવાં) ટ્વિન્સ હોવા છતાં દેખાવમાં સાવ સરખા છે. પાર્લા (ઇસ્ટ)ની જે આશિષ હૉસ્પિટલમાં તેમનો જન્મ થયો હતો ત્યાંના ડૉક્ટરનું પણ કહેવું હતું કે ફ્રૅટર્નલ ટ્વિન્સ હોવા છતાં દેખાવમાં સાવ સરખા હોય એવું કોઈક જ કેસમાં બને છે. અક્ષ અને લક્ષ એટલા સરખા લાગે છે કે તેઓ સૂતા હોય ત્યારે આજે પણ તેના પપ્પા મિતેન સત્રાને તેમને ઓળખવામાં તકલીફ પડે છે.’

પેટ બતાવે

તું અક્ષ છે કે લક્ષ એમ કોઈ પૂછે તો અક્ષ તરત પોતાનું શર્ટ ઊંચું કરીને પેટ બતાવે છે, કારણ કે તાજેતરમાં તેનું ઍપેન્ડિક્સનું ઑપરેશન થયું છે એટલે તે પોતાના પેટ પરના ચીરાનું નિશાન બતાવીને કહે છે કે પોતે અક્ષ છે. અક્ષ અને લક્ષને તેમના મામા, મોસાળના કે બીજા સગાસંબંધી કે પાડોશીઓ અને સોસાયટીના લોકો ઓળખી નથી શકતા. તેનાં મમ્મી-પપ્પા અને દાદા-દાદી હવે તેમને ઓળખી શકે છે, પણ જો તેઓ સૂતા હોય તો તેમને પણ બાજુમાં જઈને જોવું પડે છે કે અક્ષ કયો છે અને લક્ષ કયો છે.

એક વીક કન્ફ્યુઝ્ડ

અક્ષ અને લક્ષ જન્મ્યા ત્યારે હૉસ્પિટલમાં પંાચ દિવસ તો ડૉક્ટરે ૧ અને ૨ એવી નંબરપ્લૅટ બન્નેને લગાવી હતી એટલે મિતાલીને તેમને ઓળખવાની બહુ તસ્દી લેવી નહોતી પડી, પણ ઘરે ગયા પછી શું? મિતાલી કહે છે, ‘મને એક વીક બહુ ક્ન્ફ્યુઝન થયું, પણ પછી રોજ તેમને માર્ક કરતી રહી એટલે એક વાત ધ્યાનમાં આવી કે અક્ષનો ચહેરો જરા વધુ ભરેલો છે. ૨૦૦૯ની મૅરથૉનરેસમાં બન્ને જણ ગાંધીજી બનીને દોડવા ગયા હતા, ૨૦૧૦માં ‘સેવ ટાઇગર’ના સંદેશ સાથે ટાઇગર બન્યા હતા અને હવે તેમને અણ્ણા હઝારે બનવું છે.’

બન્ને રાતના રાજ્જા

રાતોના ઉજાગરા વિશે મિતાલી કહે છે, ‘નાના હતા ત્યારે બન્ને જણ આખી રાત જાગતા રહેતા અને વહેલી સવારે પાંચ વાગ્યે સૂઈ જતા. આખો દિવસ સૂઈ રહેતા. એક વર્ષ અમને બહુ તકલીફ પડી.’ તેઓ રાત્રે સૂતા ન હોવાથી મિતેન અને મિતાલીએ પણ આખી રાત જાગવું પડતું.

રડે ત્યારે બ્લુ

અક્ષ અને લક્ષ ૧૦ દિવસના હતા ત્યારનો એક કિસ્સો જણાવતાં મિતાલી કહે છે, ‘તેઓ ૧૦ દિવસના હતા ત્યારે હું તેમને ફીડિંગ કરાવી રહી હતી અને અચાનક બન્ને રડવા લાગ્યા. લક્ષ નાનો હતો ત્યારે રડવા લાગે તો બ્લુ થઈ જતો હતો. મેં અક્ષને નીચે મૂકી લક્ષની પીઠ પર ધબ્બા માર્યા અને મોં પર પાણી છાંટ્યું પછી તે રડતો બંધ થયો. એકને તાવ-શરદી થાય તો બીજાને પણ થાય એવું પાંચ વર્ષ સુધી ચાલ્યું, પણ હવે તેઓ સાથે બીમાર નથી પડતા. હવે તો એકને તાવ આવ્યો હોય તો બીજાને પણ દવાખાને લઈ જ જવો પડે છે; ભલે પછી તેને કાંઈ ન હોવાથી ડૉક્ટર દવા ન આપે. એકને તાવ આવે કે કાંઈ થાય તો તરત બીજાની ફરિયાદ ચાલુ થઈ જાય કે મને પણ તાવ છે કે પેટમાં દુખે છે વગેરે...આ બધું સ્કૂલ જવાના સમય સુધી ચાલે પછી ગાયબ થઈ જાય. અક્ષને બે દિવસ હૉસ્પિટલમાં રાખ્યો હતો ત્યારે લક્ષે પણ એક દિવસ સ્કૂલમાં રજા પાડી દીધી.’

ગિફ્ટ ડબલ

સિનિયર કેજી સુધી અક્ષ અને લક્ષને સ્કૂલમાં એક જ ડિવિઝનમાં એટલા માટે રાખવામાં આવ્યા હતા કે એકના ડિવિઝનમાં કોઈનો બર્થ ડે હોય અને તેને કોઈ ગિફ્ટ કે ચૉકલેટ મળે તો બીજો નારાજ થઈ જતો એટલે તેમના પેરન્ટ્સે રિક્વેસ્ટ કરીને તેમને સેમ ડિવિઝનમાં રખાવ્યા, પણ બન્ને સાથે મળીને બહુ મસ્તી કરતા હતા અને ટીચરો તેમને ઓળખવામાં બહુ કન્ફ્યુઝ થતી હોવાથી ફસ્ર્ટથી બન્નેને અલગ-અલગ ડિવિઝનમાં રાખવામાં આવ્યા. જોકે હવે અલગ હોવા છતાં બધા તેમને ડબલ ગિફ્ટ જ આપે છે.

ક્યાંક સરખા

અક્ષ અને લક્ષની ખાવાપીવાની ચૉઇસ પાંચ વર્ષ સુધી સેમ રહી હતી, પણ હવે એ સાવ ડિફરન્ટ થઈ ગઈ છે. અક્ષને પીત્ઝા બહુ ભાવે અને લક્ષને એ જરાય ન ભાવે, પણ તેને પાંઉભાજી બહુ ભાવે. બન્નેને હજી સેમ કપડાં પહેરવાં ગમે છે, કારણ કે સેમ કપડાં હોવાને કારણે તેમને સ્પેશ્યલ અટેન્શન મળે છે એ બહુ ગમે છે. મમ્મી ભૂલ કરે તો પણ તેઓ પોતાનાં કપડાંઓ અને રમકડાંઓ બરાબર ઓલખી લે છે. બન્ને ભણવામાં સરખા અને ઍવરેજ છે. બોલવાની સ્ટાઇલ પણ સેમ છે. બન્નેને મ્યુઝિક અને સિગિંગનો શોખ છે. બન્ને છ વર્ષ સુધી બહુ ઝઘડતા હતા, એકબીજાના વાળ ખેંચતા, બચકાં ભરે, પણ હવે એકબીજાની કૅર કરે છે. અક્ષનું ઑપરેશન થયું હોવાથી સ્કૂલે જતાં લક્ષ તેની બૅગ પણ ઊંચકી લે છે.

ક્યાંક જુદા

લક્ષને ક્રિકેટ અને અક્ષને ફૂટબૉલ રમવું ગમે છે. લક્ષ મક્કમ અને જિદ્દી છે અને ધાયુંર્ કરીને રહે. અક્ષ ચલાવી લે, માફ કરી દે. લક્ષ બોલવામાં ચબરાક, પણ અક્ષની વાતો મોટી-મોટી હોય, બધું ધ્યાન રાખે, યાદ રાખે. લક્ષનો અવાજ સારો છે અને તેને શાયરીઓ બહુ આવડે છે. અક્ષને ઇન્ડોર અને ઇન્ટેલિજન્ટ ગેમ્સ ગમે, લક્ષને આઉટડોર ગેમ્સ ગમે. અક્ષનો ફેવરિટ કલર છે રેડ અને લક્ષનો બ્લુ. બન્ને એકબીજાની ચાડી-ચુગલી ન કરે, પણ તોફાન ભલે ગમે તે કરે, માર બન્નેને પડે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK