મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચના પ્રૉપર્ટી સેલે બે દિવસ પહેલાં મલાડના મઢ વિસ્તારમાં પૉર્ન ફિલ્મ બનાવતી કંપનીની બે મહિલા સહિત પાંચ લોકોની ધરપકડ કરી હતી. આ મામલામાં આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારી માહિતી બહાર આવી છે. ‘ગંદી બાત’ ફિલ્મ ફેમ હિરોઇન ગહના વશિષ્ઠ પૉર્ન ફિલ્મ પ્રોડ્યુસ કરવાની સાથે વિવિધ વેબસાઇટ અને મોબાઇલ ઍપ પર પોસ્ટ કરતી હોવાનું તપાસમાં જણાતાં પોલીસે આ હિરોઇનની શનિવારે મોડી રાત્રે ધરપકડ કરી હતી. આરોપી અભિનેત્રીએ ૮૭ પૉર્ન ફિલ્મ શૂટ કરીને પોસ્ટ કરી હતી. વેબસાઇટ સબસ્ક્રાઇબ કરવા માટે ૨૦૦૦ રૂપિયાનો ચાર્જ લેવાતો હોવાનું જાણવા મળ્યું હતું.
પ્રૉપર્ટી સેલના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે ‘મલાડના મઢ વિસ્તારમાં શૂટિંગ માટે બંગલો અને કપડાં ભાડે લઈને બૉલીવુડમાં બ્રેક મેળવવા માગતી દેશભરમાંથી આવતી સુંદર યુવતીઓ સાથે ફિલ્મ પ્રોડક્શન કંપનીઓ દ્વારા ઍગ્રીમેન્ટ થાય છે. જે યુવતીઓ આ કરાર કરતી તેમની પાસેથી અશ્લીલ શૂટ કરાવાતું હોવાની સાથે તેમનું આર્થિક શોષણ પણ થતું હોવાની ફરિયાદ મળ્યા બાદ પોલીસે મઢના બંગલામાંથી પાંચ લોકોની ધરપકડ કરી હતી.’
પ્રૉપર્ટી સેલના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછમાં જણાયું હતું કે હિરોઇન ગહના વશિષ્ઠે અત્યાર સુધી ૮૭ પૉર્ન ફિલ્મ બનાવીને પોતાની વેબસાઇટની સાથે મોબાઇલ ઍપ પર અપલોડ કરી હતી. પૉર્ન વિડિયો જોવા માગતા લોકો પાસેથી ૨૦૦૦ રૂપિયા સબસ્ક્રાઇબ કરવા ચાર્જ લેવાતો હતો. પુરાવા હાથ લાગ્યા બાદ અમે ગહનાની ધરપકડ કરીને પૂછપરછ શરૂ ધરી છે. કોર્ટે તેને ૧૦ ફેબ્રુઆરી સુધી પોલીસ-કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે.’
Deshraj: જાણો કેમ સોશિયલ મીડિયા પર ફૅમસ થઈ રહ્યા છે આ 74 વર્ષના આ ઑટો-ચાલક
27th February, 2021 12:39 ISTમહારાષ્ટ્ર બૉર્ડે 10 અને 12માં ધોરણની પરીક્ષાઓનું ટાઈમ ટેબલ જાહેર કર્યુ
27th February, 2021 10:20 ISTમુલુંડમાં કોરોનાની સાથે ફેક મેસેજનો પણ પ્રકોપ
27th February, 2021 10:19 ISTવ્યાપાર બંધ હમારા કર્મ નહીં, હમારી મજબૂરી હૈ
27th February, 2021 10:18 IST