ભારતના Gaganyaan પ્રોજેક્ટ માટે રૂસ કરશે મદદ, આપશે ક્રાયોજનિક એન્જિન

Updated: Aug 25, 2019, 21:27 IST

ભારતના મહાત્વકાંક્ષી અભિયાન ગગનયાન માટે રૂસે હાથ આગળ કર્યો છે અને આ પ્રોજેક્ટ માટે તેમણે ભારતને ક્રાયોજનિક એન્જિન આપવાનો પ્રસ્તાવ મુક્યો છે.

ભારતના મહાત્વકાંક્ષી અભિયાન ગગનયાન માટે રૂસે હાથ આગળ કર્યો છે અને આ પ્રોજેક્ટ માટે તેમણે ભારતને ક્રાયોજનિક એન્જિન આપવાનો પ્રસ્તાવ મુક્યો છે. રૂસની સરકારની એજન્સી સ્પેશ કોર્પોરેશન રોસ્કોસમોસે કહ્યું હતું કે, ભારત રૂસ ટૂંક સમયમાં જ તેના આગામી અભિયાન ગગનયાનને લઈને વાત કરવાનું છે. ભારત રૂસ પાસેથી ગગનયાન માટે ઘણા જરૂરી ઉપકરણો ખરીદવા ઈચ્છી રહ્યું છે. આ ઉપકરણોમાં ગગનયાન માટે ઉપયોગ થતી સીટો, બારીઓ તથા તેના શૂટનો સમાવેશ છે જે અંતરિક્ષ યાત્રી વૈજ્ઞાનિકો પહેરે છે.

રોસ્કોસમોસ અનુસાર, આ વિષયે 4 થી 5 સપ્ટેમ્બર વચ્ચે રૂસના બ્લાદિવોસ્તોકમાં ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમની બેઠક દરમિયાન ઉચ્ચ સ્તરીય વાત થઈ શકે છે. 21 ઓગસ્ટે માસ્કોમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને મહાનિદેશક ડિમિટ્રી રોગોજન વત્તે આ વિશે વાતચીત થઈ હતી. આ વાતચીત પછી રોસ્કોસમોસે નિવેદન આપ્યું હતું કે, આ વાતચીત પછી અંતરિક્ષ અભિયાન, ઉપગ્રહ નેવિગેશન અને એન્જીન ટેક્નોલોજી સહિત ઘણા મહત્વની સહયોગ વિશે વિચાર કરવામાં આવશે.

આ પણ વાંચો: જમ્મુ કાશ્મીર:આર્ટિકલ 370 હટાવ્યા પછી સચિવાલય પરથી હટાવાયો રાજ્યનો ધ્વજ

બન્ને દેશોના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે ભારતની અંતરિક્ષ એજન્સી ઈસરો અને રૂસની ગ્લાવકોસમોવ વચ્ચે વ્યાપક સહયોગ અને 4 ભારતીય અંતરિક્ષ વૈજ્ઞાનિકોને યૂરી ગાગરિન સ્પેશ સ્ટેશનમાં ટ્રેનિંગ આપવા પર ચર્ચા કરવામાં આવી રહી છે. આ સંબંધે ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં કરાર કરવામાં આવી શકે છે. રોસ્કોસમોસે કહ્યું હતું કે, ભારત તેના પહેલા માનવ અંતરિક્ષ અભિયાન ગગનયાનને 2022 સુધીમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK